સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા: યોગ્ય વ્યવસ્થા નહીં જળવાય તો કોરોના વિસ્ફોટ થવાની ભીતિ
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કોરોંના મહામારીને આર્થિક મંદિની પરિસ્થિતિ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજના ભાગરૂપે નાના અને શ્રમજીવી વર્ગ માટે રૂપિયા એક લાખની લોન સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાની સાથે જૂનાગઢમાં સહકારી અને કો-ઓપરેટિવ બેન્કોમા વેચાતા લોનના ફોર્મ માટે કતારો લાગી ગઇ હતી.
નોટબંધીમાં બેંકોમાં ચલણી નોટો બદલવા માટેની લાઈની શરૂ થયેલી આ કવાયત, રાશનની દુકાને મળતી રાશન, વિવિધ સહાય, આધારકાર્ડ માટેની લાઈનો, આરોગ્ય કાર્ડ માટેની લાઈનો, તમાકુ, બીડીની દુકાનો ખુલતા બીડી, તમાકુ માટેની લાઈન, અને હવે બેન્કમાંથી લોનના ફોર્મ લેવા માટેની લાઈનોનો જુનાગઢ સહિત આખું સૌરાષ્ટ્ર, ગુજરાતે વધુ એક અનુભવ સમાજ જીવનનો એક ભાગ બનતા જોયો છે.
ત્યારે સવાલ એ થાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દેશને ડિજિટલ ઇન્ડિયાના સૂત્ર સાથે સંપૂર્ણપણે ઓનલાઇન વ્યવહારના રસ્તે લઈ જઈ રહ્યા છે
ત્યારે કોરોના સંક્રમણ અને જ્યારે સોશિયલ ડિસ્ટન્સની ખાસ હિમાયત કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં ભલે જુનાગઢ ગ્રીન ઝોન જાહેર હોય અને અહીં સૌરાષ્ટ્રના અન્ય શહેર જિલ્લાઓથી કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં છે,
પરંતુ એક તરફ લોકોને છ મીટરનું અંતર રાખીને બહાર નીકળવાની હિમાયત કરવામાં આવે છે, કલેકટર દ્વારા જાહેરનામામાં સોશિયલ ડિસ્ટન્સ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે તેવા સંજોગોમાં સરકાર સંલગ્ન યોજનાઓની ફોર્મ વિતરણમાં સહકારી બેંકો આગળ સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી કરીને લોકોએ લાઈનો લગાવી છે ત્યારે વ્યવસથામાં કંઈક ખૂટતું હોવાનું દેખાઈ રહ્યું છે.