રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે જેના પરિણામે રાજકોટમાં રાત્રી કરફ્યૂ લાગુ કરવા આદેશ જારી કરાયા છે. ગાઇડલાઈનનું લોકો પાલન કરે અને કોરોના સંક્રમણને વધતો અટકાવે તે માટે તંત્ર સજ્જ થયું છે. ત્યારે આ વચ્ચારે રાજકોટમાં કાલાવડ રોડ પર ભરાતી શનિવારી બજારમાં લોકોની ભીડ ઉમટી પડી હાતી.

Screenshot 4 11
શનીવારી બજારમાં રાજકોટ નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ સહિતના અધિકારીઓએ જઈ ૨૦૦થી વધુ લોકોને માસ્ક વિતરણ કર્યુ હતુ. એકત્ર થયેલ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સુચના આપી હતી.

Screenshot 3 15
ગઈકાલ બપોરથી આજે બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૦૯ હોટલ/પાનની દુકાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શીલ કરાઈ છે.

Screenshot 2 21

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાયની છૂટ આપવામાં આવેલ છે ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે આ નિયમોના પાલન માટે તંત્ર વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે.

Screenshot 7 1

શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાલાવડ રોડ પર દર શનિવારે બજાર ભરાય છે, જે સંદર્ભે આજે શનિવારી બજારમાં માણસોના ટોળા જોવા મળતા નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને ૨૦૦ થી વધુ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માણસોને જનજાગૃતિ અંગે ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. મોં અને નાક સરખું ઢંકાઈ એ રીતે માસ્ક પહેરવા માર્ગદર્શન પણ આપ્યું હતું.

Screenshot 6 7
દરમ્યાન ગઈકાલ બપોર થી આજ બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ જે દુકાનો સીલ કરવામાં આવેલ છે તેમાં ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ભારત પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ડીલક્સ પાન, ગેલેક્સી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંતોષ કોલ્ડ્રીંક્સ, શક્તિ ટી સ્ટોલ, ખેતલાઆપા પાન એન્ડ ટી તેમજ આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતેના ખેતલાઆપા ટી સ્ટોલ અને શક્તિ ટી સ્ટોલનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.