કોણ કહે છે કે પ્રેમ આંધરો હોઈ છે ?
પોલીસ હરકતમાં : 4 સંતાનોની માતાની પૂછપરછ શરૂ કરાઇ
કોણ કહે છે કે પ્રેમ આંગણો હોય છે ત્યારે ઓનલાઇન સીમાડા વટાવી દીધા છે અને પાકિસ્તાની પ્રેમિકા પ્રેમીને પામવા નોઈડા પહોંચી ગઈ હતી. ગ્રેટર નોઈડામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાકિસ્તાનની એક મહિલાને મોબાઇલ ગેમ પબજી રમતા રમતા ભારતીય પુરુષના પ્રેમમાં પડી અને પોતાના ચાર બાળકો સાથે ભારત આવી પહોંચી. હાલ પોલીસે તેને અને તેના ચાર બાળકોને કસ્ટડીમાં લીધા છે.
પાકિસ્તાની મહિલા નેપાળ થઈને ભારત આવી છે. તે ગ્રેટર નોઈડામાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. પોલીસે પાકિસ્તાની મહિલા અને તેના ચાર બાળકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે જણાવ્યું કે તે પબજી ગેમ મારફતે ગ્રેટર નોઈડાના એક વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી અને તેણે જ આ મહિલાને તેના ભાડાના મકાનમાં રાખી હતી.
આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લગભગ 28 – 29 વર્ષની પાકિસ્તાની મહિલા અને ગ્રેટર નોઇડામાં રહેનાર એક વ્યક્તિ ઓનલાઇન ગેમ પબજી સંપર્કમાં આવ્યા હતા. પબજી ગેમ રમતા રમતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને એટલો ગાઢ પ્રેમ થયો કે પાકિસ્તાની મહિલા આ વ્યક્તિ સાથે રહેવા ભારત આવી ગઇ અને તે પોતાના ચાર બાળકો સાથે.
સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા કથિત રીતે ઉત્તર પ્રદેશમાં પ્રવેશતા પહેલા અને બસ મારફતે ગ્રેટર નોઈડા પહોંચતા પહેલા ગયા મહિને નેપાળ થઈને તેના બાળકો સાથે ભારતમાં પ્રવેશી હતી. અધિકારીએ દાવો કર્યો કે મહિલા અને તેના બાળકો ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની માલિકીના ભાડાના મકાનમાં રહેતા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.