જમાતીઓનું કોરોના કનેકશન બહાર આવ્યા બાદ દેશમાં કેસોમાં સતત વધારો: મૃતકોની સંખ્યા ૮૫એ પહોંચી

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસનો ચેપ ભારતમાં કેન્દ્ર સરકારના દેશવ્યાપી લોકડાઉનના કારણે મોટા પ્રમાણમાં ફેલાતો અટકયો હતો. પરંતુ ગત માસમાં દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં આવેલી તબલીઘી મરકજમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનારા જમાતીઓ હવે દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો વધારવાનું માધ્યમ બન્યા છે. વિદેશથી કોરોના વાયરસ લઈને આવેલા જમાતીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેનારા હજારો દેશી જમાતીઓને ચેપ લગાડયો હતો તબલીધી જમાતીઓનાં આ બેવકુફીભર્યા વર્તનથી છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાયરસના હજારો નવા કેસો સામે આવ્યા છે. ગઈકાલે તમિલનાડુમાં એક જ દિવસમાં ૧૦૨ નવા કેસો નોંધાતા દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા ૩૦૦૦ને પાર કરી ગઈ છે. જયારે ગઈકાલે ૧૬ દર્દીઓનાં મૃત્યુથતા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૮૫એ પહોચી જવા પામી છે.

ગત માસના અંતમાં દેશમાં કોરોના વાયરસની વધતી સંખ્યા બાદ આ નવા કેસોમાં તબલીધી જમાતીઓનું કનેકશન બહાર આવવા પામ્યું હતુ ૩૦મીએ આ કનેકશન બહાર આવતા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ જમાતીઓ અને તેમની સાથે સંકળાયેલા લોકોના તબીબી પરિક્ષણ કર્યા હતા જે બાદ દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો વધારો થવા પામ્યો હતો. ગત ૩૦મીએ દેશમાં કોરોના વાયરસગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૨૦૦ જેટલી હતી જેમાં તબલીધી કનેકશન આવ્યા બાદ સીધો વધારો થઈ ૩૧મીએ ૧૭૦૦ની આસપાસ પહોચી જવા પામી હતી.

જે બાદ દરરોજ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં ભારે વધારે થવા પામી રહ્યો છે. ગઈકાલે નવા ૫૦૨ કેસો નોંધાતા દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૩૦૦૦ને પાર કરીને ૩,૦૮૨એ પહોચી જવા પામી છે.

ભારતમાં કોરોના વાયરસથી ગઇકાલે ઓછામાં ઓછા ૧૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં. શુક્રવારે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુનો આંકડો નોંધાયો. નવા આંકડા મુજબ કોરોના પીડિતોની કુલ સંખ્યા ૩૦૦૦ને વટાવી ગઈ છે, હાલ દેશમાં ૩,૦૮૨ કોરોના પીડિત છે. તો મૃતકોની કુલ સંખ્યા ૮૫એ પહોંચી ગઈ છે. એક જ દિવસમાં કોરોનાનાં ૫૦૦થી વધુ નવા કેસ મળી આવ્યા છે. જો કે, સત્તાવાર રીતે ફક્ત ૨૫૪૭ કેસ અને ૬૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

મહારાષ્ટ્રમાં આ વાયરસના કારણે ૩ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે દિલ્હી અને તેલંગાણામાં ૨-૨ લોકોનાં મોત થયાં છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને કર્ણકમાં ૧-૧ કોરોના પીડિતોનાં મોત નોંધાયા છે. શુક્રવારે કોરોનાના કુલ ૫૦૨ ક્ધફર્મ કેસ સામે આવ્યા છે. જો કે ગુરુવારે સામે આવેલા ૫૪૪ કેસો કરતા આ સંખ્યા થોડી ઓછી છે. આજે સામે આવેલા કેસમાં ઓછામાં ઓછા ૨૮૦ તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે છેલ્લા ૨ દિવસમાં ૧૪ રાજ્યોમાંથી નોંધાયેલા કુલ કેસોમાંથી ઓછામાં ઓછા ૬૪૭ કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં સંકેત આપ્યા કે તબલીગી જમાત કાર્યક્રમના લીધે નવા કેસો સામે આવ્યા છે તેને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગથી થતા ફાયદાને મોટો ઝટકો આપ્યો છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, જો આપણે પાછલા દિવસોમાં કોરોનાના કેસોમાં થયેલા વધારા પર નજર કરીએ તો એક ખાસ કારણોસર આ સ્તરમાં વધારો થયો છે. નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા લવ અગ્રવાલે કહ્યું કે, આપણે એકબાજુ ચેપી રોગ સામે લડી રહ્યા છીએ અને નિયમોની એક ભૂલ કે નિષ્ફળતા આપણને ઘણા પાછળ ધકેલી દે છે. અમાર બધા પ્રયત્નો બેકાર થઇ જાય છે.

જમાત સાથે જોડાયેલા કોરોના કેસો દિલ્હી, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તરાખંડ, યુપી, આંદમાન અને નિકોબાર, આસામ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને ઝારખંડથી નોંધાયા છે. તામિલનાડુમાં શુક્રવારે સૌથી વધુ ૧૦૨ કેસ નોંધાયા હતા, જેમાં ૧૦૦ જમાત સાથે જોડાયેલા છે. તેલંગાણામાં નોંધાયેલા ૮૦ નવા કેસોમાંથી ૭૮નું જમાત કનેકશન છે. દિલ્હીમાં ૯૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૫૨ લોકો ઝજ્જર એઈમ્સમાં દાખલ છે. દક્ષિણના રાજ્યોમાં સૌથી વધુ કોરોના પીડિતો છે જેઓ તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેલંગાણાના કુલ ૨૨૯ કેસમાંથી ૧૧૬ જમાત સાથે સંબંધિત છે, જ્યારે આંધ્રપ્રદેશમાં કુલ ૧૬૧ કેસોમાંથી ૧૪૦નું જમાત કનેકશન છે. તમિળનાડુના કુલ ૪૧૧ કોરોના પીડિતોમાંથી ૩૬૪નું જમાત લિંક છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના કેસ જોવા મળ્યા છે, જેમાં ૨૫ લોકોના મોત અને કુલ ૪૯૦ કેસની પુષ્ટિ થઇ છે.

હોસ્પિટલમાં ‘અશ્ર્વીલ’વર્તન કરનારા જમાતીઓ સામે કડક કાર્યવાહી કરતી યોગી સરકાર

દિલ્હીના નિમીમુદ્દીન વિસ્તારમાં આવેલા તબલીધી જમાતના મુખ્ય મથક મરકઝમાં ગત માસે યોજાયેલા ઇજતેમાના ભાગ લઇને પરત ફરેલા ઉત્તર પ્રદેશના ૧પ૬ જમાતીઓને કોરોનાની શંકાના પગલે ગાઝિયાબાદની ત્રણ હોસ્પિટલોમાં દાખલ કરીને કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. આ જમાતીઓ તેમની સારવાર કરનારા હોસ્૫િટલના મેડીકલ સ્ટાફ સાથે ગેરવર્તન કરતા વોર્ડમાં નગ્ન અવસ્થામાં ફરતા હોવાના અને મહિલા નર્સો સાથે અશ્ર્વીલ વર્તન કરતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જમાતીઓના શરમને નેવે મૂકીને આરોગ્ય કર્મચારીઓ સાથે બદસબુકી કરી રહ્યાના વિગતો આવ્યા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે જણાવ્યું હતું કે આવા લોકો માનવતાના દુશ્મન છે જેમણે મહિલા કર્મચારીઓ સાથે અશ્ર્વીલ કૃત્ય કર્યુ છે. તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની સરકાર આવા બદતમીઝ જમાતીઓની જ્ઞાન ઠેકાણે લાવવા જેલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને તેમને જેલમાં ધકેલી દેશે. ઉપરાંત યોગી સરકારે ગાઝિયાબાદની ત્રણેય મેડીકલ હોસ્૫િટલમાંથી મહિલા આરોગ્ય કર્મચારીઓને હટાવીને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

તબલિગી મરકજમાં ઉપસ્થિત રહેલા વધુ ૧૯ જમાતીઓ અમદાવાદમાં ઓળખાયા

કોરોના સંક્રમણના દેશભરમાં ફેલાવાના કેન્દ્રમાં આવી ગયેલા દિલ્હીના નિઝામુદીનના મરકજમાં તબલીગી જમાતના ઈજતેમાના કાર્યક્રમમાં હાજરી આપનારા ગુજરાતનાં તબલીગી જમાતના સભ્યોની સંખ્યા વધીને થઈ જવા પામી છે. અમદાવાદમાં ૧૯ વ્યકિતઓ આ ઈજતેમામાં ગયા હોવાનું બહાર આવતા તેમને ઓળખી કઢાયા છે.

આ તમામને હોમ કોરોનટાઈન કવાની વ્યવસ્થા તેમના તબીબી પરીક્ષણ બાદ કરવામાં આવશે. તેમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ.

વધુમાં ઝાએ જણાવ્યું હતુ કે જે લોકો મરકજમાં હાજર હતા જેઓ મરકતમાંથી શહેરમાંથી આવ્યા હોય તેવા તમામની તપાસ થઈ રહી છે. તેમણે જણાવ્યું હતુ કે અગાઉ ૩૪ લોકો મરકજમાં જઈને આવ્યા હોવાનું જાણમાં આવ્યું હતુ આ ૩૪માંથી ૧ વ્યકિતતો ઉતરપ્રદેશના મુજજફરનગરના વતની હતો અને તેને કોરોના પોઝેટીવ રિપોર્ટ આવ્યો છે ૧૦૩ ઈજતેમામાંથી ૫૭ અમદાવાદના, ૨ ભાવનગના ૧૨ મહેસાણા, ૮ સુરત, ૨ નવસરી અને ૪ વ્યકિતઓ બોટાદના હોવાનું ઝાએ જણાવ્યું હતુ.

રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટને એવી માહિતી આપી હતી કે તેમની પાસે નિઝામુદીન વિસ્તારની મુલાકાત લેનાર ૧૩૫૦વ્યકિતઓનું લિસ્ટ આવ્યું છે અને તેમાંથી ૧૨૮૨ જેટલા લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ લોકોમાંથી ૮૪ લોકો ઈજતેમામાં ૧ થી ૨૩ માર્ચ દરમિયાન સામેલ થયા હતા સમયગાળા દરમિયાન આ લોકો મોટાપાયે કોરોનાના સંક્રમિત ચેપગ્રસ્ત લોકોને સંપર્કમાં આવ્યા હતા. તેમ છતા આ ૮૪માંથી એકને જ પોઝેટીવ રીપોર્ટ આવ્યા હતા. જયવારે તમામ ૮૩ને સલામત રીતે કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું છે કે બાકીનાં ૬૮ વ્યકિતઓની શોધખોળ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.