- સંગમ તટે ભીડભાડના કારણે 17થી વધુના મોત; અસંખ્ય ઈજાગ્રસ્ત: અમાવસ્યા સ્નાન થોડા સમય માટે મુલતવી
- અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો: પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ આવતી કુંભ મેળાની ખાસ ટ્રેનોને રોકી દેવાઈ
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે સંગમ ઘાટ પાસે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 17ના મોતની આશંકા સેવાઇ રહી છે. તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. મેળામાં નાસભાગ બાદ નિરંજની અખાડાએ સ્નાનયાત્રા અટકાવી દીધી છે. હાલમાં અખાડાઓએ અમૃતસ્નાન મોકૂફ રાખ્યું છે. પીએમ મોદીએ સીએમ યોગી પાસેથી અકસ્માતની માહિતી લીધી અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આવ્યાં છે. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેરના વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે. પ્રયાગરાજના સંગમ કિનારે અમૃતસ્નાન પહેલા રાત્રે લગભગ 2 વાગે ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 15થી વધુ લોકોના મોતની આ શંકા છે. નાસભાગ વચ્ચે સંગમ કિનારે ઘણા શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા. ઘાયલોમાં મહિલાઓની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે.ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે, એનએસજી અને સેનાએ જવાબદારી સંભાળી લીધી છે,ઘાયલોને 50થી વધુ એમ્બ્યુલન્સની મદદથી સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લોકોએ અનેક ઈજાગ્રસ્તોને મોટરસાઈકલ પર પણ લઈ જવાયા છે. સેના અને એનએસજીએ સ્થિતિને કાબૂમાં લેવા માટે જવાબદારી સંભાળી લીધી છે.નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે. મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષા માટે 60 હજારથી વધુ જવાનો તૈનાત છે.
ભારે ભીડથી હેલીકોપ્ટર દ્વારા દેખરેખ
મૌની અમાવસ્યા નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન માટે મહાકુંભ વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આજે સવારે 9 વાગ્યા સુધી 2.78 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. છેલ્લા 16 દિવસમાં 19.94 કરોડ લોકોએ મહાકુંભ દરમિયાન સ્નાન કર્યું છે.
હાલ સ્થિતી કાબુમાં, લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા સીએમ યોગીની અપીલ
ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઈમરજન્સી બેઠક બોલાવી હતી, વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આદિત્યનાથ સાથે ફોને વાત કરી હતી. હવે, યોગી આદિત્યનાથે નિવેદન આવ્યું છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકો માતા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરી લે, સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્નાન કરી શકાય છે.લોકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થા જાળવવા સહયોગ કરવો જોઈએ. તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.
મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર,શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ચાર વખત ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ યુપીના સીએમ યોગી પાસેથી મહાકુંભ મેળાની પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને ઘાયલો માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી. આ સાથે, પીએમએ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા પણ કહ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર તરફથી યુપી સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે.
ભુપેન્દ્રભાઈ કેબિનેટ સાથે મહાકુંભમાં આગામી સપ્તાહમાં પવિત્ર સ્નાન કરશે
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, બાબા, સાધુ, સંતો અને મહંતો ગંગાના ત્રિવેણી સંગમમાં પહોંચ્યા છે. હવે આ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેબિનેટ મંત્રીઓ સાથે પહોંચવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 7 ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે.