સામાન્ય શ્રમિકથી લઈ રાજકીય નેતાઓએ લગાવી હારજીતની બાજી
બોલો… મોરબીમાં કોંગ્રેસ આવે છે… ના ભાજપ ૭૦૦૦ મતની લીડ થી આવે છે ! ના… તો લાગી લાખ-લાખ ની… ભાજપ આવે તો…આપણે એક ના ત્રણ દેવા… મોરબી શહેરથી લઈ ગ્રામ્યકક્ષાએ ઠેર-ઠેર હાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને શ્રમિક થી લઈ ધનિકવર્ગ સુધીના પોત/પોતાની કેપિસિટી મુજબ દાવ લગાવી રહ્યા છે એ જોતાં ભાજપ જીતે કે કોંગ્રેસ પણ લોકો નાણાંની મોટી હાર-જીત કરી નાખશે.
વિધાનસભા ચૂંટણીમાં સોમવારે ફેસલાની ઘડી છે ત્યારે મોરબી જિલ્લામાં ૯ મીએ મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસથી જ શરતોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં સૌથી મોટા દાવ ટંકારા-પડધરી અને માળીયા બેઠક ઉપર લાગ્યા છે. ઉપરોક્ત બન્ને બેઠકોમાં સટાબજારમાં જે ભાવ લાગ્યા હોય એ પરંતું શરતબાજીની બજારમાં બન્ને બેઠકોના ભાવ લાગ્યા છે તે જોતા આખી સટ્ટાબજાર પણ ટૂંકી પડે તેમ છે.
મોરબી શહેરમાં ચોરેને ચૌટે, પાનના ગલ્લે, હેરસલુંન કે ચાની કીટલી જ્યાં પણ ઉભા રહો કોણ જીતશે ? કોણ હારશે ? એક જ ચર્ચા ચાલી રહી છે.
દરમિયાન અંતરંગ વર્તુળોમાંથી જાણવા માલયી વિગતો મુજબ ચૂંટણી પરિણામની શરતો જીતવામાં મોરબીમાં શ્રમિકવર્ગથી લઈ ધનિકો અને રાજકીય લોબી પણ બાકાત નથી, લાતીપ્લોટમાં રેકડી ચલાવતા શ્રમિકે હાર-જીતની શરતમાં ૧૧ હજારનો દાવ માંડ્યો છે તો એક ધનપતિએ ખુલમખુલ્લાં એક ના ત્રણ ગણા ચુકવવાની શરતે દાવ લગાવ્યો છે તો અનેક લોકોએ લાખો રૂપિયા ભાજપ-કોંગ્રેસની હરજીત માટે લગાવ્યાનું સૂત્રો જણાવી
રહ્યા છે.
જો કે મોરબીની તાસીર અને નાણાંની રેલમછેલને કારણે સાતમ-આઠમ હોય કે હોળી હોય કે પછી ભીમ અગિયારસ અહિતો બસ જુગાર રમવાનો મોકો જ જોઈએ એમા પણ આ તો ચૂંટણી પછી બાકી જ શુ રહે !!!