નાપાક તત્ત્વો કાશ્મીરમાં લોકતંત્રનો માહોલ જોઈને અકળાયા: સોશિયલ મીડિયા પર અપ્રચાર અને યુવા વર્ગને બહેકાવાના પ્રયાસો સામે સુરક્ષા તંત્ર સતર્ક
ફિરદોષ એ જહાં જમીઅસ્તો… હમીઅસ્તો… હમીઅસ્તો… વિખ્યાત ઉર્દુ શાયર મિરઝા ગાલીબે એ પંક્તિમાં કાશ્મીરના સૌંદર્ય અંગે લખ્યું છે કે, પૃથ્વી પરનું સ્વર્ગ ક્યાંય હોય તો અહીં જ છે… અહીં જ છે… જમ્મુ-કાશ્મીર અત્યારે નાપાક ઈરાદાઓનો ભોગ બનીને દાયકાઓથી રહેલી પીડાયદાયક અવસ્થામાંથી અંતે મુક્ત થયું છે અને કલમ ૩૭૦ની નાબુદીથી હવે કાશ્મીર ખરા અર્થમાં સ્વાયત બન્યું હોય તેવી પરિસ્થિતિમાં કાશ્મીરના લોકતાંત્રીક માહોલ નાપાક તત્ત્વોને માફક ન આવે તે સ્વાભાવિક છે. નાપાક તત્ત્વો કાશ્મીરના યુવાનોને સોશિયલ મીડિયા મારફત ગુમરાહ કરી રહ્યું છે. સુરક્ષા દળોએ આ મામલે સકંજો કશ્યો છે.
લોકશાહી પ્રક્રિયાને છિન્ન-ભિન્ન કરવા પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા ઉપર કાશ્મીરમાં અપ્રચારના જે હરામી વેડા શરૂ કર્યા છે તેની સામે સુરક્ષા તંત્રએ સાબ્દેની પોઝીશન સંભાળી છે. પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સી અને ત્રાસવાદી જૂથો હવે જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયા અને મોબાઈલ સ્પેસ પર ભારતમાં ક્રુ પ્રચારનો માહોલ ઉભો કરવા દેશ વિરોધી તત્ત્વોને નીમી રહ્યાં છે. આવી પ્રવૃતિ સુરક્ષા દળની બાજ નજરે ચડી છે.
જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રીક વ્યવસ્થા સુદ્રઢ બનતી જાય છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણી હેમખેમ પાર પડી છે ત્યારે નવા પદાધિકારીઓની નિમણૂંક સામે અને લોકતાંત્રીક વ્યવસ્થા પુરબહારમાં ખીલી છે ત્યારે આ વાતાવરણ બગાડવા માટે સોશિયલ મીડિયા પર બનાવટી વિડીયો નફરત ફેલાય તેવી ક્લીપ સુરક્ષા દળો અને રાજકીય આગેવાનો વિરુધ્ધ અપ્રચાર કરી આઈએસઆઈના હાથાઓ પાકિસ્તાનના એજન્ટો મારફત કાશ્મીરમાં લોકોને ગુમરાહ કરવા કામે લાગ્યા છે. અગાઉ આતંકીઓ સામે સહાનુભૂતિનું વાતાવરણ ઉભુ થાય અને સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ, ફેક વિડીયો મુકીને ભારત વિરોધી વાતાવરણ ઉભુ કરવા માટે આતંકીઓની નિમણૂંકો કરવામાં આવી છે. ૨૦૨૦માં બે ડઝન જેટલા આવા કાવતરાઓનો પર્દાફાશ થયો હતો અને આતંકીઓની સહાનુભૂતિ ધરાવતા ૪૦થી વધુ નાપાક તત્ત્વોની ગીરફતારી કરવામાં આવી હતી. સુરક્ષા દળોના શરણે આવેલા બે ત્રાસવાદીઓએ તાવર વાઘે, અમીર અહેમદ મીરે સૈન્ય સામે હથિયાર હેઠા મુકીને કરેલા આત્મસમર્પણ બાદ આપેલી ચોંકાવનારી માહિતીમાં આ બન્નેને આઈએસઆઈએ સોશિયલ મીડિયામાં ભારત વિરોધી માહોલ ઉભો કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સામે અફવાઓ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. બન્ને આતંકીઓએ વિવિધ પ્રકારની લીંકનો ઉપયોગ કરી યુ-ટયુબ અને ફેસબુક પર અપ્રચાર કર્યો હતો. તેઓએ દક્ષિણ કાશ્મીરના સોફીયાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આ બન્નેની કબુલાતના આધારે એ વાતનો પર્દાફાશ થયો છે કે, જમ્મુ-કાશ્મીરના ખીણ વિસ્તારમાં પાકિસ્તાનની આઈએસઆઈ સ્થાનિક રહેવાસીઓને ગુમરાહ કરી તેના એજન્ટો ઉભા કરે છે. બન્નેની આઈએસઆઈએ નિયુક્તિ કર્યા બાદ લશ્કર એ તોયબાની સહયોગી સંસ્થા સાથે તેનું મેળાપ કરાવીને પાકિસ્તાનમાં રહેતા બુરહાન હમજાની સુચના ઉપર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બે યુવાનોની જેમ દક્ષિણ કાશ્મીરમાં અન્ય ચાલીસેક લોકોની આવી રીતે સરહદી વિસ્તારમાં સક્રિય રહેવા માટે નિયુક્તિ કરી હોવાનું બહાર આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં હવે બદલાયેલી પરિસ્થિતિમાં ઉપદ્રવ વધારવા માટે આતંકીઓને હથિયારોની ખેંચ વર્તાઈ રહી છે. ત્યારે વધુમાં વધુ હથિયારો ઓછામાં ઓછા લોકો દ્વારા હેરફેર થાય તે વ્યવસ્થા ગોઠવવા આઈએસઆઈ મેદાને પડ્યું છે. ગયા મહિને જ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા ચાર આતંકી પાસેથી ૧૧ રાયફલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. ૨૨ વર્ષના સ્થાનિક આતંકી અમીર શીરાજનું ગયા મહિનામાં એન્કાઉન્ટરમાં મોત થયું હતું તેને આઈએસઆઈએ સાયબર રીક્યુમેન્ટ કર્યો હતો. કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થી ખાજા ગીલગીટને પણ આવી જ રીતે રીક્રુટ કર્યો હતો. શીરાજ આદીપુર દક્ષિણ કાશ્મીરમાં મોટાભાગે ફૂટબોલ ખેલાડી તરીકે વ્યસ્ત રહીને આડા કામ કરતો હતો. તે ૨૪મી જૂન ૨૦૨૦ના રોજ ગુમ થયા બાદ જૈસ એ મહમદમાં જોડાયો હતો અને સોશિયલ મીડિયા મારફત તેને આતંકી બનાવાયો હતો. સ્થાનિક યુવાનોને આત્મસમર્પણ કરતા અટકાવવા માટે તેમના પરિવારજનોને હત્યા કરી નાખવા જેવી ધમકી આપીને આતંકીઓ તેમને દેશ વિરોધી પ્રવૃતિ કરવા માટે મજબૂર કરતા હોવાનું પણ બન્ને આત્મ સમર્પિત યુવાનોએ કબુલ્યું હતું.