એ અમારો આંતરિક મામલો છે: વિદેશ મંત્રાલય
જમ્મુ-કાશ્મીરને લઇ પાક. ચીન દખલગીરી ન કરે તેમ ભારતે જણાવાયું છે.
ચીનના પ્રમુખ શી જીનપીંગ અને પાક.ના પ્રમુખ આરીફ અલવી ગઇકાલે બીજીંગમાં મળ્યા હતા જેમાં ચીને કહ્યું હતું કે અમે કાશ્મીર ભારતની સ્થિતિ અને હિલચાલ પર નજર રાખી રહ્યા છીએ. બન્ને દેશોએ જમ્મી અને કાશ્મીરની સ્થિતિ અને ત્યાં થઇ રહેલા હિલચાલ અંગે એકબીજા સાથે ચર્ચા કરી હતી તેમ ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટમાં જણાવાયું હતું.
ભારત જમ્મુ-કાશ્મીર બાબતે પાક. ચીનની ટિપ્પણી અંગે ભારતે જવાબ આપી વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમાર જણાવ્યું હતું કે જમ્મી અને કાશ્મીરએ ભારતનો જ એક ભાગ છે અને તેના પ્રશ્ર્નોએ અમારા પ્રશ્ર્નો છે તેમાં અન્ય કોઇ દેશે દખલગીરી કરવાની જરૂર નથી. અમે કોઇ દેશની આંતરિક બાબતમાં દખલગીરી કરતા નથી તો પાક અને ચીને પર અમારી કોઇપણ આંતરીક બાબતમાં દખલગીરી કરવી ન જોઇએ.
ચીન પાકિસ્તાન ઇકોનીમિક કોરીડોર અંગે કુમારે ઉગ્ર વિરોધ કરી જણાવ્યું કે પાક. ૧૯૪૭ માં ભારતના કેટલાક હિસ્સા પર ગેરકાયદે કબજો કરી લીધો છે અને તેના પર હવે પાક. ચીન ઇકોનોમિક કોરીડોર બાંધવા પ્રયાસ થાય છે તેની સામે અમારો સખત વિરોધ છે.
પાક. કબ્જાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં કોઇપણ દેશ દ્વારા થઇ રહેલી ગમે તે કાર્યવાહી સામે અમારો સખત વિરોધ છે. આવી કોઇપણ ગેરકાયદે પ્રવૃતિને ભારત સ્વીકારવા તૈયાર નથી તેમ કુમારે અંતમાં જણાવ્યું હતું.