રાવી નદી પર ડેમ બાંધવાથી પાકિસ્તાન તરફ જતું પાણી ભારતને ઉપયોગી બનશે
હાલ પાકિસ્તાન તમામ રીતે પછડાટ ખાઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાનને યુદ્ધના મોરચે નહીં પરંતુ આર્થિક મોરચે પછાડવાનું મન ભારતે બનાવી લીધું છે. કહી શકાય કે, ભારત તમામ દેશોની સાથે મિત્રતાના હાથ આગળ કરી રહ્યું છે.
જેમની આર્થિક સ્થિતિ ખુબજ સારી અને મજબૂત છે ત્યારે ભારત સાથે પાક.ના વડાએ પણ મિત્રતાના હાથ આગળ વધાર્યો હતો પરંતુ પાકિસ્તાનનો ભૂતકાળ કે જે ખૂબજ ખરાબ છે અને પાકિસ્તાનની જે મથરા વટી મેલી છે તેને લઈ ભારતે પાક. સાથે હાથ મિલાવવા માટે કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ દાખવ્યો ન હતો.
ભૂતકાળમાં જે રીતે પાકિસ્તાન ભારત સાથે પ્રોકસી વોર તથા નાર્કોટેરર કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હતું ત્યારે હાલની સ્થિતિની વાત કરીએ તો ભારત કુટનીતિથી પાક.નેપછાડવા માટેનો તખતો તૈયાર કરી રહ્યું છે. જેમાં આર્થિક રીતે પાક.ને પછાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
ભારત સાથે ઘણા બધા દેશોને મિત્રતાનો હાથ લંબાવવા માટે આગળ આવી રહ્યાંછે. કારણ કે, ભારત દેશ જેની આથિક સ્થિતિ ખૂબજ મજબૂત થઈ રહી છે તે જોતા તમામ દેશો ભારત સાથે મિત્રતા કરવા આતુર છે ત્યારે જેરી તે અમેરિકાએ પણ પાક.ને જે તે સમયે આર્થિક રીતે મદદ કરી હતીતેનો પણ અમેરિકાને પ્રત્યાઘાત મળ્યો હતો. જયાં પાકિસ્તાને તાલીબાનને સાથ આપી આતંકવાદને ફેલાવવા માટે આગળ વધ્યા હતા.
કહેવાય છે કે, પાક.ની મથરા વટી મેલી હોવાના કારણે અત્યારના પાકિસ્તાન ગમે તેટલા સારા પ્રયત્નો કરે તેમ છતાં તેનો સાથ આપવા કોઈ દેશ તૈયાર નથી. ત્યારે પાકિસ્તાનના નવ નિયુકત વડાપ્રધાન ઈમરાન ખાન ભારતીય લોકોના દીલ જીતવા માટે કરતારપુર કોરીડોર જે ખોલ્યો તે પણ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે મિત્રતાનો હાથ લંબાવવા માટે કરવામાં આવ્યું હતું .
પરંતુ ભારત દેશ આ તમામ મુદ્દાઓથી વાકેફ હોવાના કારણે ભારત દેશે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની પણ મનાઈ કરી દીધી હતી. એવી જ રીતે પાકિસ્તાન સરકારની જેમ પાક.સૈન્ય પણ ભારત સાથે મિત્રતા કરવા આગળ વધી રહ્યું છે. કારણ કે તેમને ડર છે કે અમેરિકી દેશો તથા ભારત તેને તમામ રીતે પછડાટ આપી શકે છે. ક્રિકેટની વાત કરીએ તો પણ ભારત પાક. સાથે રમવા તૈયાર નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે,પાકિસ્તાન આ તમામ મુદ્દાઓને કઈ રીતે લે છે અને પોતાના પર વિશ્વાસ આવે તે માટે કેવા પ્રયત્નો કરી શકે છે.
કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પછાડવા પંજાબ ખાતે આવેલી રાવી નદી પર શાહપુર કંડી ડેમની યોજનાને પણ મંજૂરી આપી દીધીછે. આ યોજનાથી મધોપુર હેડવર્કસ થી થઈ પાકિસ્તાનના ફાલતુ બહ સુધી પાણીને રોકવામાંઆવશે. જેથી પાકિસ્તાનને જે આ નદીમાંથી પાણી મળતુ હતુ તે પણ હવે નહીં મળી શકે. ૨૦૨૨ સુધીમાં આ ડેમનું કામ પૂર્ણ થાય તેવી સંભાવનાદેખાઈ રહી છે.
આ ડેમ બંધાવાથી કાશ્મીર અને પંજાબના ખેડૂતોને સિંચાઈ માટે ખૂબજ વધુ માત્રામાં પાણી મળી શકશે. ૨૨૮૫ કરોડ રૂપિયાના બજેટનું પ્રવિધાન આ ડેમને બાંધવામાં કરવામાં આવ્યું હતું જેનું પ્લાનીંગ ૧૭ વર્ષ પહેલા થયું હતું પરંતુ રૂપિયાની કટોકટીને લઈ તે સમયે ડેમનું કામ પૂર્ણ થઈ શકયું ન હતું. જેમાં કેન્દ્ર સરકાર આ પ્રોજેકટમાં ૪૮૫ કરોડથી પણ વધુ રૂપિયાની સહાય કરશે જેથી ૨૦૨૨-૨૩ સુધીમાં આ લક્ષ્યને પુરો કરવામાં આવશે.
આ પ્રોજેકટને પૂર્ણ કર્યા બાદ પંજાબમાં ૫૦૦૦ હેકટર અને જમ્મુ-કાશ્મીરમાં ૩૨૮૭૩ હેકટર જમીનમાં સિંચાઈ સંભવ થઈ શકશે જે મહત્વની વાત ગણી શકાય. હાલ પાકિસ્તાનને ખુબજ ડર છે કે તે આર્થિક રીતે પણ પછડાટ ખાશે ત્યારે પાકિસ્તાની સૈન્ય પોતાનો પુરતુ પ્રયાસ કરી રહી છે કે, પોતાની આર્થિક વ્યવસ્થાને કઈ રીતે બચાવી શકાય.હાલ પાકિસ્તાન ચાઈના પર પૂર્ણ રીતે નિર્ભર થઈ ગયું છે કારણ કે અમેરિકાએ બે બીલીયન ડોલરની સહાય આપવા પર રોક મુકી દીધી છે.