સ્પિનર દાનિશ કનેરિયા સાથે પાક. ક્રિકેટરોએ ગેરવર્તન કર્યું હોવાનું આવ્યું સામે: શોએબ અખ્તર
પાકિસ્તાનનાં ભુતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સ્૫િનર દાનિશ કનેરિયાની તરફેણમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટમાં પણ જાણે હિન્દુઓ માટે અસ્પૃશ્યતાનો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાની ખેલાડીઓ હિન્દુ સ્પિનર દાનિશ કનેરિયા સાથે ગેરવર્તન કર્યું હોવાનું ખુલ્યું છે. આ તકે કનેરિયા સાથે વાતચીત થતા તેને જણાવ્યું હતું કે, પાકિસ્તાન ટીમમાંથી જો કોઈનો સાથ સહકાર મળતો હોય તો તે શોએબ અખ્તર, ઈઝમામુલ હક, મોહમદ યુસુફ અને યુનિસ ખાનનો સાથ સહકાર પુરો મળ્યો છે જયારે અન્ય ખેલાડીઓનાં નામ ટુંક સમયમાં જાહેર કરીશ કે જેનાથી તેને અસ્પૃશ્ય હોવાનું સામે આવ્યું હતું. નાગરિકતા સુધારા કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે ભાજપે પાકિસ્તાન હિન્દુઓની સાથે શોષણના પ્રૂફ તરીકે એક વિડીયો સામે મૂક્યો છે. અસલમાં ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ અમીત માલવીયે પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનો એક વિડીયો રીટ્વીટ કર્યો છે, જેમાં પાકિસ્તાનનો દિગ્ગજ બોલર જણાવી રહ્યો છે કે, કેવી રીતે પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયાને હિન્દુ હોવાને કારણે અડગો રાખવામાં આવતો હતો. અખ્તરે એ પણ જણાવ્યું કે, કેટલાક ખેલાડીઓને દાનિશ સાથે જમવામાં પણ વાંધો હતો.
આના પર માલવીયે વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને લીધે પાકિસ્તાનમાં ત્રાસનો સામનો કરી રહેલા હિન્દુઓને ભારતમાં શરણ મળે છે તો મુસ્લિમ, કોંગ્રેસ અને વામપંથીઓ આનો વિરોધ કેમ કરી રહ્યાં છે? જણાવી દઈએ કે, ઈઅઅ વિરોધને કારણે દેશના ઘણા શહેરોમાં હિંસા ભડકી હતી અને જાનમાલને ઘણું નુકસાન થયું છે. શોએબ અખ્તરે કહ્યું, મેં મારા કરિયરમાં બે-ત્રણ લોકો સાથે ઝઘડો કર્યો છે. જ્યારે તેઓ કરાંચી, પેશાવર અને પંજાબ પર વાત કરે છે ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે. જો કોઈ હિન્દુ છે તો રમશે, તે જ હિન્દુ (દાનિશ કનેરિયા)એ ટેસ્ટ સીરિઝ જીતાડી. મેં કહ્યું હવે બોલોવાત ખુલી જશે. સર, આ અહીંથી ખાવાનું કેમ લઈ રહ્યો છે? મેં કહ્યું કે, તને ઉઠાવીને બહાર ફેંકી દઈશ. તારા દેશને તે ખેલાડી ૬-૬ને આઉટ કરી રહ્યો. નામ ભલે મારું ચાલ્યું પણ સીરિઝ તો દાનિશે જીતાડી હતી. આ વિડીયોને અમિત માલવીયે ટ્વીટ કરતા કહ્યું, પાકિસ્તાનમાં દાનિશ કનેરિયા જેવા ઈન્ટરનેશનલ ખેલાડીને હિન્દુ હોવાને કારણે ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો, વિચારો અન્ય નોન-મુસ્લિમો વિરુદ્ધ કેવું વર્તન થતું હશે. જો ઈઅઅથી આવા લોકોને ભારતીયતા મળે છે તો મુસ્લિમ, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ તેનો વિરોધ કેમ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, દાનિશ કનેરિયા કરાંચીમાં જન્મ્યો હતો અને તેણે પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ તથા ૧૮ વન-ડે રમી છે. તેણે ટેસ્ટમાં ૨૬૧ વિકેટ્સ અને વન-ડે ૧૫ વિકેટ્સ લીધી છે. તેણે કરિયરની છેલ્લી ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે ૨૦૧૦માં રમી હતી. ભારત વિરુદ્ધ તેણે ૬ ટેસ્ટમાં ૩૧ વિકેટ ઝડપી છે.