ફલોરલ સ્કર્ટ, સ્ટાઈલીશ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ અત્યારે ટ્રેન્ડમાં આવી ગયા છે. ડિઝાઈનર કલેક્શનમાં Crop Top અને સ્કર્ટ એથનિકથી લઈને વેસ્ટર્ન સુધીની બધી રેંજમાં રજૂ થઇ રહ્યા છે. આ કલેક્શનને વધુ સ્ટાઈલીશ બનાવવા માટે મિરર વર્ક ચલણમાં આવ્યું છે. જેકેટથી લઈને સૂટ સાડી સુધીમાં સ્ટાઈલીશ મિરર વર્ક પોતાનું આગવું સ્થાન જમાવીને બેસ્યું છે.
વેડિંગ લહેન્ગાથી લઈને ચણીયાચોળી સુધી બધામાં ક્રોપ ટોપ ટ્રેન્ડમાં છે. ફલોરલ પ્રિન્ટ્સ અને કલરફૂલ ફેસ્ટીવલ સાથે તમે ડ્રામેટિક ઈફેક્ટ ક્રિએટ કરી શકો છો. ફલોરલ લેંથ, ડબલ લેયર અને લહેંગા કટ કુર્તીઓ પણ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
ક્રોપ ટોપ લહેંગામાં પેસ્ટલ કલરનાં ફલોરલ સાથે જ કલેક્શનમાં ગોલ્ડ અને ગ્રે કલર ખુબ જ ચર્ચામાં છે. શિબોરી પ્રિન્ટ, જૂટ અને સાટીન મટીરીયલનાં સૂટ પીસ પણ ડિઝાઈનર કલેક્શનમાં ક્રિએટીવ અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. ડિજીટલ પ્રિન્ટ અને કાથા વર્ક પણ ટ્રેન્ડમાં છે.
આઉટફીટની સ્ટાઈલ અને ફેશન તો દર વર્ષે બદલાય છે, પરંતુ ઓક્સીડાઝ્ડ જ્વેલરી હંમેશાથી ટ્રેન્ડમાં રહે છે. આ વર્ષે ક્રોપ ટોપ લહેંગામાં ફલોરલ લુકને પીકઅપ કરવા માટે કેટલીક કલરફૂલ જંક જ્વેલરી ફેશનમાં ઈન છે. આર્ટીસ્ટીક પેન્ડેટવાળા સ્ટેટમેંટ નેકલેસ પણ ચલણમાં છે.
લગ્નમાં સંગીતની રસમમાં ક્રોપ ટોપ લહેંગામાં યેલો અને રેડ કલર, ખુબ જ સુંદર દેખાશે. સ્લીવલેસ પિંક ટોપ સાથે યેલો કલરનાં ફૂલોવાળું સ્કર્ટ પણ ખુબ જ સુંદર લાગશે.
જો તમે લગ્નનાં દિવસે ક્રોપ ટોપ લહેંગા પહેરવાનો વિચાર કરી રહ્યા છો તો તમાં થોડો હેવી ક્રોપ ટોપ લહેંગો પસંદ કરી શકો છો. તેમજ તમે પીચ, ઓરેન્જ કલર પણ પસંદ કરી શકો છો. તેના પર જ્વેલરી થોડી ઓછી પહેરશો તો પણ ચાલશે.