એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એશિયા કપ 2023 રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઈન્કાર કર્યો છે. એશિયા કપને પાક બહાર ન ખસેડવા મક્કમ વર્લ્ડકપની બહાર થઇ જશે? આ પછી પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો
ઓડીઆઈ વર્લ્ડ કપ 2023 ન રમવા પર વિચાર કરી રહ્યું છે. હાલના અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ માટે પાકિસ્તાન ન જવાના બીસીસીઆઈના નિર્ણયથી ખૂબ નારાજ છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જો એશિયા કપનું આયોજન કોઈ તટસ્થ સ્થાન પર થશે તો માત્ર ટીમ ઈન્ડિયા જ તેમાં ભાગ લેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેમના ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ કોઈ ટૂર્નામેન્ટમાં નથી તો સ્પોન્સર્સ પોતે જ પાછા હટી જશે, જેથી યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવું માનવું છે.
જો એશિયા કપ 2023 પાકિસ્તાનની બહાર ખસેડવામાં આવે છે. તો તે ભારતમાં યોજાનાર ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે નહીં. ભારતના વિરોધ બાદ એશિયા કપને યુએઈ શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ દ્વારા એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઈન્કાર કર્યો છે. બીસીસીઆઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી રાજકીય સંબંધો સારા નથી. બંને ટીમો માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. હાલમાં જ વર્ષ 2022માં આયોજિત ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.