ભારત સાથે તેની હવાઈ સરહદો ફરીથી ખોલવા અંગે પાકિસ્તાન ૧૫મી મેએ સમિક્ષા કરશે તેમ પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. જોકે, પાકિસ્તાનના એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે ભારતમાં ચૂંટણી પૂરી થયા સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે.
પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના પ્રવક્તા મુમતાઝ બેગે કહ્યું કે ભારતીય વિમાનો માટે હવાઈ સરહદ ખોલવી કે નહીં તે અંગે ૧૫ મેએ સમિક્ષા કરાશે. બીજીબાજુ, પાકિસ્તાની વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતમાં નવી સરકારની રચના થયા સુધી બંને દેશોના સંબંધોમાં સુધારાની કોઈ આશા જણાતી નથી