પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને છોડાવવા વિદેશ મંત્રીનું ઘ્યાન દોરાયું
પાકમાં જાસુસી કરતા ઝડપાયેલા જવાનની બેન રેખા યાદવને નોકરી આપવા ગુજરાત હાઇકોર્ટ મંગળવારે કેન્દ્રને આદેશ કર્યો છે. ચાંદખેડા વિસ્તારના રહેવાસી કુલદીપ યાદવે ૧૯૯૧ ની જાસુસી સેનામાં ભરતી થઇ અને ૧૯૯૪ માં ભારતના કલેડેસ્ટાઇન ઓપરેશનમાં પાકિસ્તાન જતી વખતે તેને જાસુસીના આરોપમાં રપ વર્ષની જેલની સજા આપવામાં આવી ત્યારથી જ કુલદીપસિંહ કોક લખપત જેલમાં સજા કાપી રહ્યા છે. ડીવીઝન બેન્ચના જજ એમ.આર. શાહે સરકારને રેખાની આવડત પ્રમાણે તેની નોકરી અપાવવાના આદેશ આપ્યા હતા.
રેખાના વકીલ મનોજ દનાકે જણાવ્યું કે હાઇકોર્ટનું કહેવું છે કે કેન્દ્રએ આ કેસ અંગે રેખાની મદદ કરવી જોઇએ. કારણ કે કુલદીપસિંહ જાસુસ તરીકે કામ કરતા હતા અને તેના કોઇપણ દસ્તાવેજો હોતા નથી. માટે રેખાને લાભ મળવાની ગેરેંટી નથી. કારણ કે જવાન તેની ડયુટી દરમ્યાન મૃત્યુ પામે છે તો તેના બદલે તેના વારસાને અકોમોડેશન આપવામાં આવે છે. અઢળક અરજીઓ બાદ ૨૦૧૪ માં ૪૦ વર્ષીય રેખા ફરીથી હાઇકોર્ટે જાય છે. અને તેના ભાઇને પાડોશી દેશમાંથી છોડાવવા અથવા સજા ઓછી કરવાની માંગ કરે છે અને પોતાની નોકરીની પણ અરજી કરે છે તેનું કહેવું છે કે યાદવને જેલ થયા બાદ પરિવાર ભાંગી ટુટયું છે.
ત્યારે અંતે આશા અમર રહી અને ૨૦૧૪માં હાઇકોર્ટે પાકિસ્તાન સરકારને યાદવને છોડવાના ટર્મને ઓછું કરવાની અરજી કરી આ ઉપરાંત કેન્દ્રએ પાકિસ્તાનમાં રહેલા ભારતીય કેદીઓની રાહતો માટે વિદેશીમંત્રીનું ઘ્યાન કેન્દ્રીય કર્યુ હતું.