એલઓસી નજીક ઉંચી ફીકવન્સીના એફએમ રેડિયો કાર્યક્રમ દ્વારા કોડવર્ડ ભાષામાં ઉશ્કેરણીજનક સંદેશા અપાતા હોવાનો ગુપ્તચર એજન્સીઓનો પર્દાફાશ

ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદે કનડતી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કૂનેહપૂર્વક નાબુદ કરી છે. આ કલમ નાબુદ કરતા પહેલા મોદી -શાહની જોડીએ કાશ્મીરમાં મોટાપ્રમાણમાં સુરક્ષા જવાનોને તૈનાત કરી દીધા હતા ઉપરાંત અફવા ના ફેલાય તે માટે ઈન્ટરનેટ, મોબાઈલ, ટેલીફોન વગેરે સેવાઓ પણ બંધ કરી દીધી હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજજો નાબુદ થયાબાદ પણ કાશ્મીરમાં શાંતિ રહેવા પામી છે. કાશ્મીરની શાંતિમાં પલિતો ચાંપવા માટે પાક લશ્કરે એફએમ રેડિયો દ્વારા ભારત વિરોધી કુપ્રચાર કરીને કાશ્મીરીઓને બહેકાવોનો પ્રયાસ કરી રહ્યાનો તાજેતરમાં ગુપ્તચર વિભાગે પર્દાફાશ કર્યો છે.

ભારતીય ગુપ્તચર વિભાગે કેટલાક સિગ્નલ ટ્રેસ કરીને કોર્ડવર્ડથી પાકિસ્તાન સેના જમ્મુ કાશ્મીરના આતંકી જુથશે સાથે સંવાદમાં હોવાનો ભાંડો ફોડયો હતો. જમ્મુ કાશ્મીરમાં હિંસાની સ્થિતિ ઉભી કરવા અને સમગ્ર વિસ્તારમાં આરાજકતાનું વાતાવરણ બનાવી રાખવા નાપાક સેના પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર અને એલઓસી પર ઉભા કરાયેલા એફએમ ટ્રાન્સમીટરના માધ્યમથી વાતચીત કરતા હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન સેના જેશે મોહમંદ માટે ૬૬/૮૮ લશ્કરે તોયબા માટે એ.૩ અને અલબક માટે બી.૯ એફ.એમ. ટ્રાન્સમીટર ફિકવન્સીનો ઉપયાગે કરે છે.

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરાયાના ૫ ઓગષ્ટના એક અઠવાડિયા પછી લેન્ડલાઈન મોબાઈલ ફોન, ઈન્ટરનેટ બંધ કરવાના કેન્દ્રના નિર્ણયબાદ પાકિસ્તાને કોમીતરાના કાર્યક્રમ શરૂ કરીને પાકિસ્તાન સેના અને આતંકી જુથે એફએમ ટ્રાન્સમીટર સ્ટેશનના માધ્યમથી ટીએસટીના પ્યાદા અને જમ્મુ કાશ્મીરના અલગતાવાદીઓને સાંકેતિક ભાષામાં સંદેશની આપલે કરે છે.

ખૂબજ ઉંચી ફિકવન્સી વીએચએફ રેડીયો સ્ટેશન થી એલઓસી પર કોમી તરાના કાર્યક્રમના પ્રસારણની સાથે સાથે સ્થાનિક અલગતાવાદી જુથો એકાબીજા સાથે કોડવર્ડની ભાષાથી સંદેશાઓ આપલે કરતા હોવાનું ગુપ્તચર વિભાગને ધ્યાને આવ્યું છે.

ગુપ્તચર વિભાગે જણાવ્યું છે કે વીએચએફ સંદેશાઓ એલઓસી નજીક આતંકીને મળે છે. અને આ સંકેતો બાદ હિંસાની ઘટનાઓ સર્જાય છે. આ માધ્યમથી એલઓસી નજીકના ગામડામાં નાગરીકોને પણ ગોરમાર્ગે દોરવામા આવે છે. પાકિસ્તાન સેનાએ એલઓસી નજીક એફએમ ટ્રાન્સમિશન સ્ટેશન ઉભુ કરી એકની જગ્યાએ ૧૦ આર્મી જવાનોને કામે લગાડી દેવામાં આવ્યા છે.ભારતમાં વધુને વધુ આતંકીઓ ઘુસાડી આરાજકતા ફેલાવવા માટે પાકિસ્તાને એફએમના માધ્યમથી સંદેશા વ્યવહારના નવ હથ કંડા અપનાવ્યા હોવાનું ગુપ્તચર વિભાગે શોધી કાઢ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.