આંતકવાદને મૂળથી નાબૂદ કરવાના ભારતનાં લક્ષ્યાંકને વિશ્ર્વભરનું સમર્થન

વૈશ્ર્વિક આતંકવાદને જળમુળમાંથી નાબુદ કરવાના ભારતના સંકલ્પને હવે વિશ્ર્વ ભરમાંથી સર્મથન મળવા લાગ્યું છે. અત્યાર સુધી આતંકવાદના અંગારાને હવા નાખતા પાકિસ્તાનની છાનગપતિયા અને ઉદરકામાં હવે ઉઘાડા પડી ગયા છે. આતંકવાદીઓને સર્મથન અને ટેરર ફંડ મુદ્દે હવે પાક.ને સુધરી જવા માટે છેલ્લી મુદત આપીને ઓકટોબર મહિના સુધીમાં પાકિસ્તાનને ટેરર ફંડ અને આતંકવાદ સામે આકરી કાર્યવાહી કરવાની છેલ્લી મુદત આપવામાં આવી છે. જો ઓકટોબર મહીના સુધીમાં પાકિસ્તાન જો તેની છાપ સુધારવાની પરિક્ષામાં પાસ નહિ થાય તો પાકિસ્તાનને ફાયનાસિયલ ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માં લાલ લીટી લાગી જશે.એફએટીએફની ચેતવણી છતાં પાકિસ્તાનને આપેલી આતંક સામેની કાર્યવાહીની મે-૨૦૧૯ ની મુદતમાં એ સંપૂર્ણ નિષ્ફળ પુરવાર થયું છે. ત્યાર પછી ઓકટોમ્બર મહીનાની મુદત પણ વિતી જવા પામી છે. પરંતુ પાકિસ્તાને હજુ વિશ્ર્વ ને સંતોષ થાય તેવા પગલા ભર્યા નથી.તાજેતરમાં જ એફએટીએફની મળેી બેઠકમાં પાક.ની આ ઢીલી નીતી પ્રત્યે ગંભીર નોંધ લેવાય હતી અને તમામ સભ્યોએ પાકિસ્તાનને દસ મુદાઓ પર પગલા ભરવાની હિમાયત કરવામાં આવી હતી. પાકિસ્તાનને ઓકટોબર મહીનાની અંતિમ ડેડલાઇન આપીને સુધરવાની છેલ્લી તક આપી છે.

એફએટીએફ સમિતિની ગ્રેલીસ્ટ  માંથી બચવા માટે પાકિસ્તાનને પંદર સભ્ય મિત્રોના સમર્થનની જરુરીયાત ઉભી થઇ છે. પાકિસ્તાનને ચીનના સમર્થનની આશા છે પરંતુ પાકિસ્તાન માટે આતંકવાદ વિરોધી પગલા માટે અસરકારક કામગીરીના પુરાવાઓ અને આતંકીઓને ટેરર ફંડના મામલે પાકિસ્તાનને આપેલા ર૭ એકશન પ્લાનના લક્ષ્યાંક સામે તે આતંકવાદ સામે પગલાં લેવામાં સંપૂર્ણ ઢીલુ પડયું છે. હવે તેને ઓકટોબર મહીનાની છેલ્લી મુદત સમાજને પોતાના દેશની આતંકી પ્રવૃતિઓ સામે લીધેલા પગલાની સાબીતી આપવામાં નિષ્ફળ પુરવાર થશે તો તે ગ્રે લીસ્ટમાઁ મુકાઇ જશે અને વિશ્ર્વબેંક તરફથી મળતી તમામ નાણાંકીય સહાયથી હાથ ધોવા પડશે.

પાકિસ્તાન અત્યારે ખુબ જ કપરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે.

વડાપ્રધાન ઇમરાનખાન વિશ્ર્વ બેંક પાસેથી આર્થિક સહાય માટે સતત પ્રયત્નશીલ છે. પાકિસ્તાન માટે એફએટીએફન ગ્રે લીસ્ટીંગની આફતનું નિવારણ લાવવું ફરજીયાત બન્યું છે. બે વખતની મુદતમાં પાકિસ્તાન આતંકીઓ સામેની કાર્યવાહીમાં નાપાસ થઇ ચુકયો છે. ત્યારે હવે ઓકટોબર મહિનાની આ છેલ્લી ડેડલાઇનમાં જો પાકિસ્તાન ટેરરફંડ અને આતંકવાદના મુદ્દે આકરા પગલા લેવા અંગે વિશ્ર્વને વિશ્ર્વાસ અપાવવામાં નાપાસ થશે તો તેના હુકકા પાણી બંધ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.