પાકિસ્તાનમાં પેશાવર યુનિવર્સિટી રોડ પર કૃષિ નિદેશાલય અંદર આતંકી હુમલાના અહેવાલ છે. આતંકીઓએ આડેધડ ફાયરિંગ કર્યા. જેમાં નવના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના જાણાવ્યા પ્રમાણે લગભગ ત્રણ નકાબધારી હુમલાખોર યુનિવર્સિટી પાસે કૃષિ નિદેશાલયમાં ઘૂસ્યા હતા અને ફાયરિંગ કર્યા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાને લીધી છે.
પેશાવર પ્રશાસને શહેરમાં કટોકટીના જાહેરાત કરી છે. અને યુનિવર્સિટી તરફ આવતા તમામ રસ્તા બંધ કરી દીધા છે. તો પોલીસ અને સેના ઘટના સ્થળે તૈનાત છે. આતંકીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે સામસામે ફાયરિંગ ચાલી રહ્યા છે.
આશંકા છે કે હુમલાખોરોની સંખ્યા ત્રણથી વધારે પણ હોઈ શકે છે. એક અઠવાડિયામાં પેશાવરમાં આ બીજો આતંકી હુમલો છે.