પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન: જો અમે એક પરમાણું બોમ્બ ભારત પર નાંખીએ તો તે ૨૦ બોમ્બ નાંખીને અમને સાફ કરી દે: ભારત-પાક વચ્ચે અણુ યુઘ્ધ અશકય
જમ્મુ-કાશ્મીરના પુલાવામાં પાક પ્રેરિત આતંકીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં ભારતના ૪૦ થી વધુના જવાનોની શહિદીને લઇને બન્ને દેશોમાં અત્યારે યુઘ્ધ જેવી પરિસ્થિતિ પ્રર્વતી રહીછે ત્યારે પાકિસ્તાન ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-પાક સબંધો અત્યારે ખુબ જ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ બન્ને દેશો વચ્ચે પરમાણું યુઘ્ધ નહિ થાય.પુલવામાં આતંકી હુમલાના એક અઠવાડીયા પછી પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુર્શરફે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન એક બોમ્બ નાખ્યો તો ભારત અમને વીસ બોમ્બ ઝીંકીને ખત્મ કરી શકે છે.
યુ.એ.ઇ.માં એક પત્રકાર પરિષદમાં પરવેજ મુશર્રફે કહ્યું હતું કે ભારત-પાક.ના સંબંધો અત્યારે ખુબ જ ભયંકર પરિસ્થિતિમાં પહોંચી ગયા છે. પરંતુ પરમાણું હુમલો નહિ થાય. જો અમે ભારત પર એક પરમાણું હુમલો કરીએ તો ભારત અમને વીસ બોમ્બ ઝીંકીને ખત્મ કરી નાંખે. ત્યારે એક માત્ર ઇલાજ એ છે કે અમે પહેલા તેના ઉપર પચાસ બોમ્બથી હુમલો કરવો જોઇએ. જેનાથી તે અમને વીસ બોમ્બથી મારી ન શકે શું તમે બગાવત પચાસ બોમ્બો સાથે હુમલો કરવાની તૈયારી છે?
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જ આ નિવેદન પુલવામાં આતંકવાદી હુમલા બાદ એક સપ્તાહ પછી જાહેર થયું છે. પુલાવામાં સીઆરપીએફના ચૌમાલીસ જવાનો શહિદ થયા હતા આ હુમલામાં પાક સ્થિતિ જૈશે મોહમ્મદ એ હુમલાની જવાબદારી સ્વકારી હતી. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા સેનાને સાબદે કરતાંની સાથે જ પાડોશી દેશના ધોતિયા ઢીલા થઇ ગયા હોય તેમ પાકિસ્તાનએ વલણ બદલાવી સમાધાનકારી વાતો કરવા માંડી છે. પાકિસ્તાનના પૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશરફે અણુયુઘ્ધ અશકય અને સાથે સાથ પાકિસ્તાન કોઇપણ પહેલ નહિ કરે તેવું નિવેદન આપ્યા બાદ પાક વડાપ્રધાન ઇમરાન ખાન એ પણ વડાપ્રધાન મોદીને શાંતિની એક તક આપવા અપીલ કરી ભારત જો બાતમી આપે તો પાક સરકાર આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
ઇમરાન ખાને પુલવામાં હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇન્કાર કરી જણાવ્યું હતું કે કોઇપણ પુરાવા વગર કેમ પાકિસ્તાનને જવાબદાર ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે અંતે આ હુમલાથી પાકિસ્તાનને શો ફાયદો ? પાકિસ્તાન અત્યારે શાંતિ માટે સંઘર્ષ કરી રહ્યું છે. યુઘ્ધના કારણે હજારો પાકિસ્તાનીયો મરી ચુકયા છે. તો આવી ઘટનાથી પાકિસ્તાનને શો લાભ?
ઇમરાનખાને કહ્યું હતું કે અમારે ત્યાંથી જઇને ત્યાં કોઇ હુમલો કર્યો નથી તેમ છતાં તમે કોઇપણ પ્રકારની તપાસ કરવા માંગતા હોય તો અમે તૈયાર છીએ. પાકિસ્તાનની સંડોવણીના તમે કોઇ પુરાવા આપો તો અમે પગલાં ભરવા તૈયાર છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાક વડાપ્રધાન ઇમરાને ખાનને વ્યકિગત પડકાર ફેકયો હતો કે પઠાણ કા બચ્ચા વાદકા સચ્ચા ની કહેવત સાચી હોય તો વડાપ્રધાન બન્યા પહેલા ઇમરાન ખાને જે શાંતિની વાતો અને દાવો કર્યો હતો તે પાડીને બતાવે તો તે સાચો ઇમરાન ખાને ત્યારબાદ સમાધાનકારી વલણ અપનાવ્યું છે.
રાજ ઠાકરેનું વિસ્ફોટક નિવેદન: CRPF જવાનો રાજકારણનો ભોગ બન્યા: ડાભોલની પુછપરછ થાય તો સત્ય સામે આવે
પાકના પ્રમુખ ઇમરાન ખાને કહ્યું હતું કે જો ભારત યુઘ્ધ શરુ કરે તો પાકિસ્તાન કોઇપણ પ્રકારના વિચાર નહિ કરે પણ જવાબ આપશે કેમકે પાકિસ્તાન પાસે યુઘ્ધ સિવાય કોઇ વિકલ્પ જ બાકી નહિ રહે. તેમણે કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે યુઘ્ધ શરુ કરવા સહેલું છે. એ માણસોના હાથમાં છે. પરંતુ યુઘ્ધ પુરુ કરવું એ માનવીના હાથમાં નથી હોત. આ સમસ્યા વાતચીતથી ઉકેલવી જોઇએ.
આ દરમિયાન શીવ સેનાના રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે સી.આર.પી.એફ. જવાન રાજકારણનું ભોગ બન્યા હોય તેવું લાગે છે. આ મુદ્દે અજીત ડાભોલની પુછપરછ થાય તો સત્ય સામે આવે તેવું નિવેદન આપીને તેઓએ ખડભળાટ મચાવી દીધો હતો.
પાકિસ્તાન સાંસદ એવો પણ દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાંતિ અંગેની વાતચીત શરુ થઇ ચુકી છે હવે બન્ને દેશો વચ્ચે શાંતિની પરિસ્થિતિ શકય બનશે. પાકિસ્તાન વડાપ્રધાને એવી અપીલ કરી હતી કે ભારત-પાક. વચ્ચે શાંતિ માટે પાકિસ્તાન માત્ર આશાવાદી જ નથી. આતુર છે બન્ને દેશો શાંતિ ઇચ્છે છે યુઘ્ધ નથી ઇચ્છતા પાકિસ્તાન સાત્તાવાળાઓ હવે ભ્રમજ્ઞાન લાગી ગયું હોય તેવું દેખાય રહ્યું છે.