ભારતીય ટીમ માનસિક રીતે ખુબ જ મજબુત: મેદાનમાં ઉતરવા ટીમ ઉત્સુક
ન્યુઝીલેન્ડ સામેનો મેચ વરસાદનાં કારણે રદ થઈ ગયો હતો ત્યારે વિશ્ર્વકપમાં આવનારો મેચમાં ભારત તેનાં કટ્ટર વિરોધી ટીમ પાકિસ્તાન સામે મુકાબલો કરશે જે પૂર્વે ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ ભરોસો દાખવતાં જણાવ્યું હતું કે, હવે ભારતીય ટીમનું મુખ્ય ફોકસ પાકિસ્તાન સામેનો મેચ છે. જેમાં ભારતીય ટીમનું તેમનું ઉત્કૃષ્ઠ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશીષ કરશે. વિશ્ર્વકપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વરસાદનાં કારણે રદ થઈ ગયો હતો જે મેચમાં એક પણ બોલ નાખવામાં આવ્યો ન હોવાથી ભારતીય ટીમ આગામી 16 જુનનાં રોજ માનચેસ્ટર ખાતે પાકિસ્તાન સામે મેચ રમશે. વધુમાં ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ જણાવતાં કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનનો મેચ હરહંમેશ કાંટે કી ટકકર જેવો હોય છે ત્યારે વિશ્ર્વ આખાની નજર ભારત-પાકિસ્તાનનાં મેચ ઉપર સવિશેષ રહેતી હોય છે. દર વખતે ભારત દેશ માટે પાકિસ્તાન સામેનો મેચ અતિ મહત્વપૂર્ણ રહેતો હોય છે ત્યારે પાકિસ્તાન સામેનાં મેચમાં ટીમનો ભાગ હોવું તે એક ગૌરવની વાત છે.
પાકિસ્તાન સામેનાં મેચમાં ભારતીય ટીમ તેનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરશે તેવો વિશ્ર્વાસ પણ છે જેને લઈ ટીમની માનસિક સ્થિતિ પણ ખુબ જ મજબુત જોવા મળી રહી છે. માત્ર મેદાન પર જઈ જે રણનીતિ બનાવવામાં આવી છે તેનો માત્ર અમલ કરવો જ જરૂરી છે. તમામ લોકો વિશ્ર્વકપમાં અન્ય કોઈ મેચ નહીં પરંતુ ભારત-પાકિસ્તાનનો મેચ જોવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલીએ જણાવતાં કહ્યું હતું કે, મેદાન પર આવતાની સાથે જ તમામ ચીજ-વસ્તુઓ શાંત થઈ જતી હોય છે ત્યારે જે ટીમ મેનેજમેન્ટ દ્વારા વિરોધીઓ માટે રણનીતિ બનાવવામાં આવતી હોય છે તેનાં પર જ પૂર્ણત: ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે ત્યારે શિખર ધવન વિશે પ્રશ્ર્ન પુછતાં તેને જણાવ્યું હતું કે, શિખર ધવનનાં અંગુઠામાં હજી પણ ફેકચર રહેલું છે ત્યારે તેને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ટીમ મેનેજમેન્ટ દ્વારા ધવનનાં સ્થાન પર કયો ખેલાડી રમશે તેનાં પર હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પરંતુ ભારત-પાકિસ્તાનનો મેચ અતિ રોમાંચક બનશે તેમાં નવાઈ નહીં.
પાક. ભારત સામે એડીચોટીનું જોર લગાવે તેવો વકારનો હૂંકાર
રવિવારનાં રોજ પાકિસ્તાન વિશ્ર્વકપમાં ભારત સામે ટકરાશે ત્યારે પાક.નાં ભૂતપૂર્વ ખેલાડી વકાર યુનુસે હુંકાર કરતા જણાવ્યું કે, પાકિસ્તાન ભારત સામે એડીચોટીનું જોર લગાવી મેચ જીતવાનો પ્રયત્ન કરશે. વિશ્ર્વકપમાં ભારત-પાકિસ્તાનનો મેચ ખુબ જ હાઈ વોલ્ટેજ રહેતો હોય છે ત્યારે ભારતની મજબુત ટીમ સામે પાકિસ્તાને એડીચોટીનું જોર લગાવવું પડશે. આ બંને ટીમનાં મેચોની રાહ ક્રિકેટ રસિકો ભરપુર જોતાં હોય છે ત્યારે પાકિસ્તાને જો ટુર્નામેન્ટમાં જીવંત રહેવું હોય તો તેને ભારતને તેનાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી હરાવવું પડશે અને મેચ જીતવો પડશે. પાકિસ્તાન જયારે ભારત સામે ક્રિકેટ મેચ રમતું હોય તો તે મેચ ખુબ જ મહત્વનો અને મોટો મેચ માનવામાં આવે છે. પાકિસ્તાન ટીમને આઈસીસી ચેમ્પીયન ટ્રોફીમાં જે રીતે ભારતને પરાસ્ત કર્યું હતું તે હકારાત્મક અભિગમ સાથે ટીમે વિશ્ર્વકપમાં ભારતને હરાવવું જોઈએ પરંતુ હાલ ભારતીય ટીમ જે સ્તર પર રમી રહી છે અને ટીમનાં ખેલાડીઓ જે રીતે તેનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાને મેચમાં પોતાનું પલડું ભારી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે તેમાં નવાઈ નહીં ત્યારે પાકિસ્તાનને નિયમિત અંતરાળ પર ભારતની વિકેટ લેવી ફરજીયાત બનશે. કારણકે ટીમનાં ટોપ ઓર્ડર બેટસમેન હોય કે પછી મીડલ ઓર્ડર બેટસમેન હોય તે તેનાં સારા ફોમમાં છે ત્યારે ભારત-પાક.નો મેચ અતિ રોમાંચકભર્યો રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.