માર્ચ મહિનામાં કુલ 13 જેટલી બોટ સાથે અંદાજે 50 માછીમારોના અપહરણ થયા: સમગ્ર પંથકમાં રોષ

પાકિસ્તાન દ્વારા નાપાક હરકતો અટકવાનું નામ લેતી નથી. હાલમાં જ પોરબંદરની 6 બોટો સાથે 3પ માચ્છીમારોના અપહરણની ઘટના બાદ આજે ફરી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 7 બોટ સાથે 40 માચ્છીમારોના અપહરણ થયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આજે ભારતીય જળસીમા નળક સૌરાષ્ટ્રની કેટલીક બોટો િફિશગ કરી રહી હતી. ત્યારે એકાએક પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ઘસી આવી હતી અને બોટોને ઘેરી લઈ બંદુકના નાળચે તમામનું અપહરણ કરી કરાંચી તરફ લઈ જવામાં આવ્યા હતા. આ બોટોમાં પોરબંદરની 3 બોટ, વેરાવળની ત્ર્ાણ બોટ અને ઓખાની એક બોટનો સમાવેશ થાય છે. હજુ ગઈકાલે જ પોરબંદર છ િફિશગ બોટ તથા તેમાં સવાર 3પ ખલાસીઓના અપહરણ થયા હતા તો આજે ફરી 7 બોટો સાથે 40 માચ્છીમારોના અપહરણની ઘટના બની છે. વારંવાર બોટોના અપહરણના બનાવના કારણે િફિશગ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે, ત્યારે સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અપહરણનો આ સિલસિલો બંધ કરાવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે.

પોરબંદર સહિત સૌરાષ્ટ્રની બોટોના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ થઈ રહ્રાા છે ત્યારે આવી બોટોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ફિશરીઝ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ભારતીય જળસીમા નળકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણના બનાવો બની રહ્યા છે, ત્યારે આ માર્ચ મહિનામાં જ પોરબંદરની 13 બોટ અને આશરે પચાસેક જેટલા માછીમારોના અપહરણ થતા માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો બીળ તરફ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડાયેલ પોરબંદરની બોટના લાયસન્સ રદ કરવાની પોરબંદરની મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 13 બોટમાંથી 9 બોટના નામ હવે આવશે, જ્યારે 4 બોટના નામ આવતા પોરબંદરના દિવ્યકાંત નારણ ટોડરમલની સ્વાતિસાગર બોટ, ચેતન ગોવિદ જુંગીની શ્રીમુક્ત ગેહીની બોટ, અલ્પાબેન સુરેશ ખોરાવાની સ્વિસ્તક સંગમ બોટ અને ળતેન્દ્ર બાબુ ભાદ્રેચાની જય ચામુંડા કૃપા નામની બોટના િફિશગ લાયસન્સ, ડિઝલકાર્ડ અને રજિસ્ટ્રેશન નંબર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ભારતીય માછીમારના પોતાના ઘરના સભ્યોનું ગુજરાન ચાલે તે માટે ગુજરાત સરકાર દ્વારા આથર્કિ સહાય આપવામાં આવે છે. જેમાં પાક મરીન દ્વારા પકડાયેલ માછીમારના કુટુંબને દર માસે રૂપીયા 9000 આથર્કિ સહાય આપવામાં આવે છે. પોરબંદર ફિશરીઝ દ્વારા માછીમારના પરિવારને આથર્કિ સહાય માટેની આ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.