થોડા દિવસોમાં જે મકરસંક્રાંતિ નો તહેવાર આવતો હોય જેમાં પતંગ લોકો ચગાવી ને તહેવાર ઉજવતા હોય છે…પણ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરી ને તંત્ર સુધી વાત પહોંચાડવા માટે પતંગો માં લખાણો જેવાં કે ખેડૂતો ની આંખ માં છે પાણી તો વિમા કંપની ને છે લહાણી… ખેડૂતો થયાં પાયમાલ વિમા કંપની થઈ માલામાલ .. પાક વિમા યોજના એટલે ખેડૂતો ને કોણીએ ગોળ… જેવાં લખાણ પતંગો માં લખીને પતંગો ઉડાવવામાં આવી હતી… ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કર્યો : આગામી દિવસોમાં મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર આવતો હોય ત્યારે નાનાં મોટાં બધાં મકરસંક્રાંતિ ની પતંગો ચગાવી ને તહેવાર ઉજવતા હોય છે અને આખો દિવસ ધાબા ઉપર ચડી ને મજા પણ માણતા હોય પણ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં પતંગો માં લખાણો લખવામાં આવ્યા હતા જેમાં પાક વિમા યોજના એટલે ખેડૂતો ને કોણીએ ગોળ… ૭૨ કલાક મા ફોર્મ ભરાય છે તો ૭૨ કલાક સર્વે પણ કરાવો… ખેડૂતો ની આંખ મા પાણી તો વિમા કંપની ને લહાણી… ખેડૂતો થયાં પાયમાલ તો વિમા કંપની ઓ થઈ માલામાલ … જનતા બાગ બિસ્માર… રાડ રસ્તા ઓ લઈને ભેદભાવો.. પ્રાથમિક સુવિધા ઓથી વંચીત ધોરાજી ની જનતા.. ભાજપ કે કોંગ્રેસ પીસાઈ રહી છે ધોરાજી ની જનતા… જેવાં મુદ્દા ઓ નું પતંગ પર લખાણ કરીને પતંગો ચગાવવામાં આવી હતી અને તંત્ર સુધી વાત પહોંચાડવા માટે આજરોજ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો