જગતના તાતની મુશ્કેલી પીછો છોડતી નથી ભોમાંથી ભાલા ઉગે તેવી કફોડી પરિસ્થિતિમાંથી જગતનો તાત પસાર થઇ રહ્યો છે.
અછત અર્ધઅછત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતાના કારણે પીવાના પાણી, ઘાસચારાની પાક નિષ્ફળ નોટબંધીના કારણે ભયંકર નાણા ભીડ સામે સફલ પાક વિમા યોજના હાલ અસફલ વીમા યોજના સાબીત થતા ખેડુતો છાશવારે આત્મહત્યા જેવા અવિચારી પગલા ભરી રહ્યા છે.
તાજેતરમાં રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લીધેલ ધીરાણ સામે વીમા યોજનાનું તગડુ પ્રીમીયમ મનફાવે તેમ ખેડુતના ખાતે ઉધારી દલા તલવાડીની કહેવત મુજબ પ્રીમીયમ ઉધા‚ ૩ કે ૧૦ ટકા અરે ઉધારને ૧પ થી ૩૧ ટકા કોણ જોવા પુછવાવાળુ છે. આ કહેવતને સાર્થક કરતો જુનાગઢ જીલ્લાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમ મોરબી નગરપાલીકાના સભ્ય કે.પી. ભાગીયાએ જણાવ્યું છે.