પ્રશ્નકાળમાં પુછાયેલા પાક વીમાના પ્રશ્નમાં સોમવારે સૌથી લાંબી ચર્ચા આ પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીએ ૪૮ મિનીટનો સમય લીધો
વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ઘણા એવા પ્રશ્નો વિધાનસભામાં પુછવામાં આવે છે કે, જે સામાન્ય લોકોને સમજવા અને તેને સીધો ફાયદો આપનાર સાબીત થતું હોય છે. આ દરમિયાન વાત કરવામાં આવે ગુજરાતની તો ખેડૂતોનું હિત ઈચ્છતી રૂપાણી સરકાર દ્વારા ચાલુ વર્ષે ૧૨૦૦૦ કરોડનો પાક વીમો ખેડૂતો માટે લેવામાં આવ્યો છે ત્યારે આ પાક વીમાની રકમને લઈ દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘સરકાર પ્રાઈવેટ કંપનીઓને ફાયદો કરાવે છે જ્યારે ખેડૂતોને પાક વીમા પ્રિમીયમ સામે વીમો મળતો નથી’
આ પ્રશ્નમાં ૨૦૧૭-૧૮માં ખેડૂતો દ્વારા પાક વીમાના પ્રિમીયમ પેટે ૫૪૫૪ કરોડ ચૂકવ્યા જેમાં પ્રાઈવેટ કંપનીએ ૩૧૦૪.૯૫ કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા. જ્યારે કંપનીને ૨૩૫૧.૦૫ કરોડનો ફાયદો થયો છે. આ પ્રશ્નના પુછાતા રૂપાણીએ જણાવ્યું હતું કે, વીમા કંપની દ્વારા વીમો જ્યારે ચૂકવવામાં આવે છે ત્યારે પાકના નુકશાનને ધ્યાને રાખી ચૂકવવામાં આવતું હોય છે નહીં કે તમામ વીમાની રકમને ચૂકવણી કરવાની રહે છે. ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકમાંથી જેટલા પ્રમાણમાં નુકશાન થયું હોય તે જ નુકશાનની ચૂકવણી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે, નહીં કે લીધેલ તમામ પાક વીમાની રકમ. જેથી ખેડૂતોને પણ સમજવું જરૂરી છે કે, પાક વીમો નુકશાન થયેલ પાક પર મળે છે. સોમવારના દિવસે ગૃહમાં બે જ પ્રશ્નોની ચર્ચા વિસ્તૃત થઈ હતી. જેમાં એક ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના ખર્ચનો પ્રશ્ન અને બીજો પાક વીમાનો જેમાં ગીરનાર સ્પર્ધાના પ્રશ્ન માટે ૧૨ મીનીટ અને પાક વીમા માટે ૪૮ મીનીટનો સમય લીધો હતો.