વિજય દિવસ  1971ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણકે 1971માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાવી દીધી હતી. માત્ર 13 દિવસનીલડતમાં પાકિસ્તાન 93 હજાર સૈનિકએ આત્મસમર્પણ કરી દીધું હતું.

પાકિસ્તાની સેના  એનાએ ભારતીય સેનાના સામે આત્મસમર્પણ કર્યું હતું. પણ આ કોઈ સામાન્ય યુદ્ધન હતું. આ યુદ્ધને દુનિયાના નક્શામાં એવા ફેરફાર કર્યા જેના ઘા આજે પણ પાકિસ્તાનને વારવાર દર્દ આપે છે.

ડિસેમ્બર ૪ ના રોજ ટુકડીની નૌકાઓ કરાંચીના કિનારાથી ૨૫૦ નોટીકલ માઇલ (૪૬૦ કિમી) દક્ષિણે યોજના અનુસાર પહોંચી હતી. સમગ્ર દિવસ દરમિયાન ટુકડીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ સ્થળ પાકિસ્તાન વાયુસેનાના નિરીક્ષક વિમાનની પહોંચની બહાર હતું.

પાકિસ્તાની વિમાનો પાસે રાતમાં બોમ્બમારો કરવાની ક્ષમતા ન હોવાને કારણે હુમલો રાત્રિ દરમિયાન કરવા નક્કી થયું. પાકિસ્તાનના રાત્રિના ૧૦.૩૦ કલાકે ભારતીય નૌકાઓ કરાંચીથી ૩૩૦ કિમી દૂર આવી પહોંચી. થોડી જ વારમાં પાકિસ્તાની લક્ષ્યો નૌકાબેડાથી ઉત્તરપૂર્વમાં ૧૩૦ કિમી દૂર ઓળખમાં આવ્યા.

 આ કારણે બોઇલર રૂમમાં વિસ્ફોટ થયો. તેના કારણે નૌકાનું ઇન્જિન બંધ થઈ ગયું અને પાણી ભરાવા લાગ્યું. નૌકાએ પાકિસ્તાની નૌસેના મુખ્યાલયને “દુશ્મન વિમાને હુમલો કર્યો ૨૦ એફએફ ૨૦ સ્થળ પર. નં ૧ બોઇલરમાં વિસ્ફોટ. નૌકા રોકાઇ ગઈ છે.”

વિસ્ફોટને કારણે નૌકા પર અંધાધૂંધી સર્જાઈ અનેનૌકાએ સંદેશમાં પોતાનું ખોટું સ્થાન મુખ્યાલયને મોકલ્યું. આ કારણે બચાવકર્તાઓને તે સ્થળ પર પહોંચવામાં વિલંબ થયો. થોડી પળો બાદ નિર્ઘાતે બીજું મિસાઇલ દાગ્યું અને તેબીજા બોઇલર કક્ષમાં વિસ્ફોટ પામ્યું જેને કારણે નૌકા ડૂબી ગઈ અને ૨૨૨ નાવિકો મૃત્યુ પામ્યા.

પાકિસ્તાની વાયુસેનાએ વળતા હુમલા ઓખા બંદરગાહ પર કર્યા પરંતુ ભારતીય નૌસેનાને તેનો અંદાજ પહેલેથી જ હતો માટે તેણે નૌકાઓને અન્ય બંદરગાહ પર ખસેડી દીધી હતી. ત્રણ દિવસ બાદ ઓપરેશન પાયથોન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં પાકિસ્તાન અસમર્થ રહ્યું.

આ કાર્યવાહીને પરિણામે તમામ પાકિસ્તાની દળોને અત્યંત સાવચેત રહેવાના આદેશો આપવામાં આવ્યા. જેના પરિણામે ભારતીય નૌસેનાના કરાંચીના કિનારા પર પહોંચવાના અનેક ખોટી ખબરો મળી.

 ૬ ડિસેમ્બરના રોજ આવી જ એક ઘટનામાં પાકિસ્તાની નૌસેનાના ફોક્કર ફ્રેન્ડશીપ વિમાને પાકિસ્તાની નૌસેનાના એક યુદ્ધજહાજને જ ભારતીય નૌસેનાના જહાજ તરીકે ગણાવ્યું અને મુખ્યાલયને જણાવ્યું.

મુખ્યાલયે કથિત ભારતીય જહાજ પર હવાઈ હુમલો કરવા પાકિસ્તાની વાયુસેનાને જણાવ્યું. ૦૬.૪૫ એ લડાયક વિમાનોએ યુદ્ધજહાજ પર હુમલો કર્યો. જોકે બાદમાં સ્પષ્ટ થયું કે તે પીએનએસ ઝુલ્ફિકાર હતું. તેમાં નૌકાને નુક્શાન થયું અને જાનહાનિ પણ થઈ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.