મસુદ અઝહરનો ભાઈ મુફતી અબ્દુલ રઉફ અને તેનો પુત્ર હમાદ અઝહર સહિત ૪૪ આતંકીઓની ધરપકડ
પાકિસ્તાન ગૃહ મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
આતંકીઓ વિરુઘ્ધ કાર્યવાહી ઝડપથી શરૂ કરવા લેવાયો નિર્ણય
પુલવામા થયેલા આત્મઘાતી હુમલાના માસ્ટર માઈન્ડ મસુદ અઝહર ઉપર સમગ્ર વિશ્વની નજર રહેલી છે ત્યારે ભારતને સૌથી મોટી જીત મળી હોય તેવું પણ સામે આવી રહ્યું છે. કારણકે મસુદ અઝહરના ભાઈ મુફતી અબ્દુલ રઉફ અઝગર કે જે જૈશ એ મોહમ્મદના ઓપરેશન ચીફ તરીકે કાર્યરત હતો અને કંધાર પ્લેન હાઈજેકનો માસ્ટર માઈન્ડ રહી ચુકયો હતો તેને ભારત દેશે પકડી પાડયો છે.
ભારતના ટોપ પાંચ મોસ્ટ વોન્ટેડ ટેરેલીસ્ટમાં અઝગરનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. રઉફ અઝગરની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જૈશ એના તમામ હુમલાનો માસ્ટર માઈન્ડ તે રહી ચુકયો છે જેમાં જમ્મુ-કાશ્મીરની અસેમલી ઉપરનો કે પાર્લામેન્ટ પરનો હુમલો તેના દ્વારા ૨૦૧૬ના પઠાણકોટ ઈન્ડીયન એરફોર્સના બેઈઝ ઉપર પણ હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જયારે પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં પણ તેમનો અહમ ફાળો રહ્યો હતો. ઈન્ડીયન ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા અઝહર મસુદની જગ્યા બાદ પર રઉફ અઝગર મહત્વપૂર્ણ નિર્ણય લઈ આતંકી હુમલાને અંજામ આપતો હતો ત્યારે ભારત દેશને મળેલી સફળતા શીરો માન્ય માનવામાં આવી રહી છે.
ભારત સહિત હાલ વૈશ્વક દબાણની અસર પાકિસ્તાન પર પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ઈન્ટીરીયલ મીનીસ્ટ્રીએ હાફીઝ સૈયદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાઓની પેટા સંસ્થા ફલા એ ઈન્સાન્યત ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત પણ કરી છે ત્યારે પાકિસ્તાન સરકારે એન્ટી ટેરીઝમ એકટ ૧૯૯૭ હેઠળ મુંબઈના માસ્ટર માઈન્ડ હાફીઝની બંને સંસ્થા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના વડા મઝહુર અઝહરના ભાઈ અને તેના પુત્ર સહિત ૪૪ આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકીઓ પ્રતિબંધિત સંગઠનના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રી સહરીયારખાને જણાવ્યું હતું કે, પુલવામા હુમલા પછી ભારત તરફથી સોંપાયેલા ડોઝીયરમાં રઉફ અને હમાદનું નામ પણ હતું ત્યારે સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર હવે પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થશે તો યુદ્ધ થશે તે વાતને પણ સ્પષ્ટપણે માનવામાં આવી રહી છે ત્યારે એર સ્ટ્રાઈક દ્વારા ભારત સરકારે આતંકી સંગઠનોને મેસેજ પણ આપ્યો છે.
પાકિસ્તાનની ધરતી પર આતંકી સંગઠનો જે રીતે સંચાલિત થઈ રહ્યા છે અને પાકિસ્તાન ઉપર હાલ વૈશ્વિક સમુદાય દબાવ પણ કરી રહ્યું છે કે આતંકવાદીઓનો ખાતમો બોલાવવો જોઈએ અને પાકિસ્તાને તેને પોસવાનું બંધ કરવું જોઈએ ત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં દેશના તમામ પ્રાંતિય સરકારોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ પ્રતિનિધિઓએ એક સુરમાં જણાવ્યું હતું કે, નિષેધ સંગઠનો દ્વારા કાર્યવાહી ખુબ જ ઝડપથી શ‚ કરવી જોઈએ ત્યારે પાકિસ્તાન સરકારના આદેશ દ્વારા તેમના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એનઈપીની સમીક્ષા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પરીષદ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
વધુમાં પાકિસ્તાનના ગૃહ રાજયમંત્રી સહયરખાન અફરીદીએ પણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દ્વારા જે દસ્તાવેજો સોંપવામાં આવ્યા છે તેમાં ધરપકડ કરવામાં આવેલા રઉફ તથા હમાદનું પણ નામ ખુલ્યું છે ત્યારે હાલ જે રીતે પાકિસ્તાન આતંકીઓ વિરુઘ્ધ કાર્યવાહી કરી રહ્યું છે તે જોતા સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે આ પુરા વૈશ્વિક સમુદાયનું ભારણ હાલ પાકિસ્તાન ઉપર આવી ગયું છે અને આતંકવાદને નાથવા માટે ખુબ ઝડપથી પાક સરકાર દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.