ઈન્ડિયન આર્મી, એરફોર્સ, નેવી, પેરામિલિટરી ફોર્સ તથા સ્ટેટ પોલીસનાં જવાનો પણ ફસાય

હાલ જે રીતે ભારત ડિજિટલ ઈન્ડિયા તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે સોશિયલ મિડીયાને લઈ અનેકવિધ તકલીફો, સમસ્યાઓ અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સેજલ કપુર નામનું ફેસબુક એકાઉન્ટ કે જે પાકિસ્તાની જાસુસો દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું છે તેનાથી તેને ઈન્ડિયન આર્મી, એરફોર્સ, નેવી, પેરામિલિટ્રી ફોર્સ તથા સ્થાનિક પોલીસ સુરક્ષા જવાનોને પણ સાંપડી લેવામાં આવ્યા છે જેનો તે ભોગ પણ બન્યા છે.

સોફટવેર માલવેર કે જે ત્રીજી જ પાર્ટીનાં સર્વર દ્વારા હોસ્ટ કરવામાં આવતું હોવાથી ભારતીય સુરક્ષા અધિકારીઓને પણ તેનો શિકાર બનાવવામાં આવ્યા છે. માલવેર થકી સુરક્ષા એજન્સીનાં કોમ્પ્યુટર તથા તેને લગતી તમામ ચીજ-વસ્તુઓને પણ હેક કરવામાં આવે છે જેનાં કારણે ભારતની સુરક્ષા એજન્સી અને તેનાં  ગુપ્ત સંદેશાને પણ પાકિસ્તાની જાસુસી એજન્સી દ્વારા હેક કરવામાં આવે છે ત્યારે સાયબર સુરક્ષા પણ ભારત દેશ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે ત્યારે જોવાનું એ રહ્યું કે સાયબર સિકયોરીટીને ધ્યાને લઈ ભારતીય દેશ કઈ રીતે આગળ વધશે અને ઈન્ટરનેટ મારફતે તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે કઈ રીતે ન કરવો પડે. પાકિસ્તાની જાસુસો દ્વારા હનીટ્રેપનાં ઓથા હેઠળ ૯૮ સુરક્ષા અધિકારીઓને ફસાવવામાં આવ્યા છે. માલવેર વાયરસથી સુરક્ષા એજન્સીની તમામ મહત્વપૂર્ણ ફાઈલ, ફોટોગ્રાફ તથા એમએસ વર્લ્ડ અને એમએસ એકસેલનાં તમામ ડેટાઓને પણ હેક કરવામાં આવ્યા છે ત્યારે સરકાર માટે એ ખુબ જ મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે કે કેવી રીતે આ સમસ્યાનો નિકાલ લાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.