દુબઈના સ્ટેડિયમમાં એશિયા કપનું ટાઈટલ મેળવવા ભારત-બાંગ્લાદેશ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

એશિયા કપમાંથી બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી આઉટ કર્યું છે. સુપર-૪ રાઉન્ડમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને ૩૭ રનથી પછાડયું છે. મુશ્ફીકર રહીમે ઓલ રાઉન્ડર પ્રદર્શન દાખવી ૯૯ રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશે કુલ ૨૩૯ રન કર્યા હતા. જયારે પાકિસ્તાન માત્ર ૨૦૨ રન કરી શકયું હતું.

પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હક ૮૩ રન બનાવી શકયો હતો. ૨૩૯ રનનો પીછો કરતા કરતા પાકિસ્તાનની ટીમ ૯ વિકેટ ગુમાવી ચુકી હતી. પાકિસ્તાનનું પ્રદર્શન એશિયા કપમાં ખૂબજ ખરાબ રહ્યું હોવાથી ટીમ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની બોલીંગ સામે પાકિસ્તાનની એક પણ જોડી ટકી શકી ન હતી. ફખર જમાન, બાબર આઝમ અને સરફાજ અહેમદ સહિતના સ્ટાર બેટ્સમેન ધડાધડ આઉટ થઈ ગયા હતા.

બાંગ્લાદેશના પેશર મુસ્તાફીઝુર રહેમાને ૪૩ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. જયારે ઓફ સ્પીનર મહેદી હસને ૨૮ રન આપી બે વિકેટ ઝડપી હતી. હવે આવતીકાલે ભારત સાથે બાંગ્લાદેશની ટીમ અથડાશે. આવતીકાલનો મેચ અબુધાબીના સ્ટેડીયમમાં ઐતિહાસીક બની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.