ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની રજુઆતને સફળતા
પાક વિમા માટે કોપ કટીંગ માટે સરકાર દ્વારા ર૦ અખતરા ,૧૦ કપાસ તેમજ ૧૦ મગફળીના લેવામાં આવતા હીટ છે ત્યારે સરકાર દ્વારા ઓચિંતા બીજા ર૦ અખતરા લેવાનો નિર્ણય લેતા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાને આ બાબત આવતા તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આક્રમક ધારદાર રજુઆત કરી જણાવેલ કે કોપ કટીંગના ર૦ નમુના (અખતરા) લેવાય ગયા છે. જે ૧૩ ને બદલે ર૦ લેવાયા છે.
તેમજ હવે જે વધારાના ર૦ અખતરા લેવામાં આવે તે પિયત વાળી જમીનમાંથી જ લેવામાં આવે છે જેમ વાસ્તવિક દુષ્કાળ ગ્રસ્ત ખેડુતોને અન્યાય થાય છે જેમના ખેતરમાં પાણી નથી અને પાક નિષ્ફળ ગયેલ છે. તે ખેડુતોને પોતે ભરેલ વીમા સામે પ્રિમીયમ કેમ ન મળે અને આ નિર્ણય રાતો રાત વિમા કંપનીના લાભ માટે લેવાયો છે અખતરા વધારાના લેવાની જે નિયમ વિરુઘ્ધ છે.
અમારા કરતાં પહેલા એક મહિના અગાઉ વહેલી પ્રસિઘ્ધ કરી જાહેરાતો કરી ખેડુતોને જાણ કરવાની રહે છે. ત્યારબાદ જ નિયમોમાં ફેરફાર કરી શકાય તેવું ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ સરકારમાં લેખીત ઉગ્ર રજુઆત કરતા અંતે સરકારને આ બાબતે ધારાસભ્યની વાત બાબતે સંમત થવું પડયું અને ખેડુતોના દિન માટે સરકાર દ્વારા સૌરાષ્ટ-કચ્છમાં તમામ જીલ્લાના ખેતીવાડી અધિકારીને પણ પાઠવી આ નિર્ણય રદ કરવામાં આવે છે તેમ લેખીતમાં જણાવેલ છે.