ત્રણેય દેશોએ આતંકવાદને પૈસા આપનારા પર નજર રાખનારી સંસ્થાની લીસ્ટમાં પાકિસ્તાનને ઉમેરવાના અમેરિકાના પ્રસ્તાવને પ્રતિબંધીત કર્યો છે
સાઉદી અરેબીયા પર પાક.નું દબાણ કરવામાં આવ્યું છે: અમેરિકા
પાકિસ્તાનના નજીકનાં સહયોગી ચીન, સાઉદી અરેબીયા અને તૂર્કી તેની મદદ કરવા સામે આવ્યું છે. ત્રણેય દેશોએ આતંકવાદને પૈસા આપનારા પર નજર રાખનારી સંસ્થાની લીસ્ટમાં પાકિસ્તાનને ઉમેરવાનાં અમેરિકાનાં પ્રસ્તાવને પ્રતિબંધીત કર્યો છે. ટ્રપ પ્રશાસને પેરિસમાં ચાલી રહેલી ફીનાન્શીયલ એકશન ટ્રાસ્ક ફોર્સની બેઠકમાં આ પ્રસ્તાવ રાખ્યો હતો.
વોલ સ્ટ્રીટ જર્નલનાં આધારે સાઉદી એરબીયાનું કહેવું છે કે ગલ્ફ કો.ઓપરેશન કાઉન્સીલ તરફથી કામ કરતા આ ફેંસલો લેવાયો છે.અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે અમે સાઉસી અરબ પર દબાણ કરવા માટે પાકિસ્તાનનો વિરોધની કાર્યવાહી માટે મતદાન કરીશું જોકે આ પ્રસ્તાવ રોકવામાં આવતા પાકિસ્તાન ખૂશ થઈ ગયું છે. અને તેને એવું ધારી લીધું છે કે અમેરિકાને નિષ્ફળ કરવામાં પાક સફળ થયું છે. ચીને આ પૂર્વ પણ પેરિસમાં સ્થિત જૈશ-એ- મુહમ્મદ સરગના મસૂદ અઝહરને સંયુકત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત આતંકી તરીકે ઘોષિત કરવાના ભારત અમેરિકા અને બ્રિટેનના પ્રસ્તાવ પર રોક લગાવી હતી આમા પાકિસ્તાન ગૂંચવણમાં છે. અને આર્થિક સંકટ પણ ભોગવી શકે છે.