શહેરના સિધ્ધિ વિનાયક ગ્રુપના યુવાનોએ પોતાના ખિસ્સાના ખર્ચે રસ્તો મરામત કરાવ્યો

ટંકારા શહેરની મધ્યે થી રાજકોટ, મોરબી અને કચ્છ ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે.આ રોડ ને રૂપકડું નામ પણ ગૌરવ પથ આપ્યું હતું . પરંતુ છેલ્લા બે વષઁથી વધુ સમય થી હાઇવે સંપૂર્ણ તુટી ને મગરની પીઠ જેવો બની ગયો છે ને આ વર્ષે મેધરાજા એ ભસ્ટાચાર ના પોપડા ની પોલ ખોલી નાખી ત્યારે આ રોડ નુ ગૌરવ હણાઈ ને ચિથરે હાલ થયું હતું . હાઇવેની મરામત અંગે અનેક મુસાફરો અને પ્રજાજનો એ અનેક ફરિયાદો પણ તંત્ર સમક્ષ કરી હતી. પરંતુ જાડી ચામડી ના તંત્રના નિંભરા અને પેધી ગયેલા જવાબદારો ને ફરિયાદો ની કોઇ જ અસર થતી નહોતી. હાલ રોડ પર મસમોટા ખાડા થિ મુસાફરો ભારે હાલાકી ભોગવવી રહ્યા હતા આખરે પ્રજા એ પણ સરકાર ના આ નિંભર તંત્ર ને વતાવવા નુ માંડી વાળ્યુ હતુ  અંતે, સિઘ્ધી વિનાયક ના અધ્યક્ષ અરવિંદ બારૈયા પ્રતિક આચાર્ય લાલાભાઈ. સંજુબાબા ફિરોઝભાઈ સરપંચ હિરેન પટેલ રાજ પંડયા કોશિક ફેફર કે. કે. આહિર. સહીત ના તમામ મિત્રો આજે જાત મહેનત કરી ખિસ્સા ના પૈસા થી માટી કામ કરી રોડ રિપેરીંગ કામ કર્યું હતું

છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા થી વાહન ચાલકો પરેશાની ભોગવવી રહ્યા હતા તેમા થી માટી કામથી મહદઅંશે  રાહત કરી છે તેથી ચારે બાજુ થી આ ગુપ ને પ્રસંશા નો ધોધવહી રહ્યો છે

આ રોડ ઉપર કાલે એક વયોવૃદ્ધ મહિલા ધડાકા ભેર પડતા ફેકચર થયુ હતું તો મોટા ટક ના તો ટાયર ફાટી ને અકસ્માત રોજીંદા બન્યા હતા ત્યારે અરવિંદ બારૈયા એ ખરા અર્થમાં જમીની કામગીરી કરી માત્ર પેપર વર્ક કરી આવેદન આપનાર પ્રજા સેવકો ને નવો રાહ ચિધ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.