હાલના ફીફા વર્લ્ડકપમાં ક્રોએશિયા એક પણ મેચ નથી હારી
ફિફા વર્લ્ડ કપના ગ્રુપ કેના અંતિમ મુકાબલામાં આઈસલેન્ડને ક્રોએશિયાએ ૨-૧થી પછાડયુંં છે. આ જીત સાથે ક્રોએશિયાના ટોચના ૧૬મા પ્રવેશી ચૂકી છે. ક્રોએશિયા હાલના વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી,.
ગઈકાલે ક્રોએશિયા અને આઈસલેન્ડ વચ્ચેના મુકાબલામાં પ્રથમ હાફમાં એક પણ ગોલ નોંધાયો નહોતો. ૫૩મી મિનિટમાં ક્રોએશિયાના મિલાન બૈડેલે પ્રથમ ગોલ નોંધાવી પ ખાતુ ખોલાવ્યું હતુ ૭૬મી મીનીટમાં આઈસલેન્ડના જી. સિગર્ડસને ગોલ નોંધાવી સરભર કર્યુ હતુ. જોકે ક્રોએશિયાના પેરેસીયે ૯૦મી મીનીટમાં ગોલ નોંધાવી જીત અપાવી હતી.
ટુર્નામેન્ટમાં ક્રોએશિયાએ પોતાના પ્રથમ મેચમાં નાઈઝીરીયાને ૨-૦થી પરાસ્ત કર્યું હતુ. ત્યાર બાદ અર્જેન્ટીનાને પણ ૩-૦થી હરાવ્યું હતુ.