ગોકુલ હોસ્૫િટલની ક્રિટિકલ કેર ટીમના સીનીયર ક્નસલ્ટનટ ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા અને ડો. તેજસ કરમટા દ્વારા આપવામાં આવેલ માહીતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ થી વધારે કોરોના દર્દીઓની ક્રિટિકલ કેર ટીમ દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવેલ છે. ગોકુલ હોસ્પિટલની મંગલા મેઇન રોડ ખાતેની હોસ્પિટલમાં કોવિડના તમામ પ્રકારના દર્દીઓની સારવાર ઉપલબ્ધ છે.
આ હોસ્પિટલ ખાતે અત્યાધુનીક આઇ.સી.યુ. માં વેન્ટિલેટર તથા ઇસીએમઓ દ્વારા એડવાન્સ સારવાર કરવમાં આવે છે. ગોકુલ હોસ્પિટલની વિદ્યાનગર મેઇન રોડ તથા કુવાડવા રોડ ખાતેની હોસ્૫િટલ ખાતે નોન કોવિડ (કોવિડ ફી) દર્દીઓ માટે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. ગત વર્ષે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર એન્ટિબોડી કોકટેલ દ્વારા કરવામાં આવેલ. આ દવા શરીરમાં ખુબ ઝડપથી એન્ટિબોડી બનાવે છે અને કોરોનાના દર્દીઓને ૯૦ ટકા થી વધારે સફળતાપૂર્વક સારવારમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે.
ગોકુલ હોસ્પિટલ ખાતે વિરાફીન દ્વારા માઇલ્ડ કોરોનાની સારવાર પણ ઉપલબ્ધ છે. વિરાફીન એક ઇન્ટરફિરત છે તે કોરોના વાયરસ સામે એન્ટી-વાયરલની જેમ કામ કરે છે તેનો એક ડોઝ સારવાર માટે શરુઆતના તબકકામાં આપી શકાય છે.
ગોકુલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ક્રિટીકલ કેરની ટીમ છે. જેમાં ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયા, ડો. સંજય સદાદીયા, ડો. વિષ્ણુ વંદુર, ડો. તુષાર બુધવાણી, ડો. હિરેન વાઢીયા અને ડો. જીગર ડોડીયાનો સમાવેશ થાય છે જેઓ ચોવીસ કલાક કોવિડ અને નોન કોવીડ દર્દીઓ માટે સતત કાર્યરત છે.
એન્ટિબોડી કોકટેલ શું છે?
એન્ટિબોડી કોકટેલ અમેરિકાની બાયો ટેકનોલોજી કંપની જેનરોન ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવેલ એન્ટિબોડી મિશ્રણ છે. ભારતમાં સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કોકરેલ રોશ ફાર્માસ્યુટિકલ કંપની અમેરિકા સાથે ભાગીદારી કરીને વિતરણ કરી રહી છે ખુબ જ નજીકના ભવિષ્યમાં કોરોના દર્દીઓની સારવારમાં જયાં સુધી માસ વેકિસનેશન થઇ ન જાય તે સમયગાળા દરમિયાન આ એન્ટિબોડી કોકટેલ ગેમ ચેન્જર બની રહેશે એવું મેડીકલ એકસપર્ટસનું માનવું છે. એન્ટિબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને કમડેવીમેબ નામના બે પ્રકારના એન્ટિબોડી જે કૃત્રિમ રીતે બનાવેલ છે અને કોરોના વાયરસની સામે સૈૈનિકની જેમ કામ કરે છે. તાજેતરમાં ગોકુલ હોસ્પિટલમાં એક દર્દી પર આ એન્ટિબોડી કોકટેલનો ખુબ સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવેલ છે તેમ ગોકુલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવે છે.
એન્ટિબોડી કોકટેલ કયાં દર્દીઓમાં આપી શકાય?
આ દવાનો ઉપયોગ ખાસ કરીને હાઇ-રિસ્ક પેશન્ટ જેમ કે મોટી ઉમરના દર્દીઓ, ડાયાબીટીશ, હ્રદયની બીમાર, કિડનીની બીમારી, કેન્સર તથા અન્ય મલ્ટીયલ મેડીકલ ડીસીઝ વાળા દર્દીઓને કોવિડનું નિદાન થયા બાદ ટુંકા સમયમાં આપવાથી ફાયદો થવાની શકયતાઓ વધી જાય છે અને આ પ્રકારના દર્દીઓમાં ગંભીર કોમ્પ્લિકેશનો ઘટાડી શકાય છે. આ એન્ટિબોડી કોકટેલ મિશ્રણનો ઉપયોગ બીમારીની શરુઆતના માઇલ્ડ ટુ મોડરેટ તબબકામાં હોય ત્યારે કરવામાં આવે તો હોસ્પિટલમાં દાખલ થવાની તથા દર્દીની પરિસ્થિતિ ગંભીર થવાની શકયતાઓ ખુબ જ ઘટી જાય છે. આ એન્ટિબોડી કોકટેલ મિશ્રણનો ઉપયોગ હોસ્પિટલમાં ઓબ્ઝવેશન રાખીને જ આપવામાં આવે છે અને તેનો માત્ર એક જ ડોઝ જરુરી છે જેની એક વાયલની કિંમત રૂ. એક લાખ આસપાસ હોય છે. એક વાયલમાંથી એક સાથે બે દર્દીને ડોઝ આપી શકાય છે.
માત્ર આ એક ઈન્જેક્શન વધારશે તમારું ઓક્સિજન, પણ ગરીબ દર્દી હશે તો નહીં વધે.. આવું કેમ ?