રાજુલા વિસ્તારમાં સિંહ વસવાટનો ઉદ્યોગોને જાણે આ સિંહ પસંદ ન હોય અથવા તો સિંહને કારણે ઉદ્યોગો વિકસતા નહી હોય? કારણ ગમે તે હોય પરંતું પીપાવાવ પોર્ટ વિસ્તાર જાણે સિંહોના મોતમાં વલ્ડ રેકોર્ડ કરવા જઇ રહ્યુ હોય તે રીતે પીપાવાવ પોર્ટમાં છેલ્લા થોડા જ સમયમાં 20થી વધારે સિંહોના મોત થયેલ છે અને 1 માસની અંદર જ આ બીજા સિંહનુ મોત તંત્ર અને પીપાવાવ પોર્ટની મીલીભગતને કારણે થયેલ છે? ઉપરા-ઉપરી 20 દિવસમાં અકસ્માતથી 2-2 સિંહોના મોત થતા શંકાઓ ઉભી થાય તે સ્વાભાવિક છે.
રાત્રીના સમયે પીપાવાવ પોર્ટમાં રેલ્વે કોસીંગની બાજુમાં પીપાવાવ પોર્ટ દ્વારા ફાળવવામાં આવેલી ટ્રકોને રાખવાની જગ્યા જે ઉત્સવ લોજીસ્ટીક સંચાલિત છે. તે જગ્યાના પાકિંગ વિસ્તાર માંથી મૃત હાલતમાં સિંહ મળી આવેલ છે. આ અંગેની જાણવા મળેલ વિગત મુજબ મૃતક સિંહના શરીર ઉપર વાગેલાના નિશાન છે. જેથી વનતંત્ર દ્વારા પ્રાથમિક પણે અકસ્માત કોઇ ટ્રક દ્વારા થયેલ હોવાનું તારણ કાઢેલ છે અને આશંકા પણ છે આ અંગે વનતંત્ર દ્વારા સીસીટીવી ફુટેજનું નિરીક્ષણ કરવામાં આવી રહેલ હોવાનું પણ લોકો માંથી જાણવા મળેલ છે.
હાલમાં વનતંત્ર દ્વારા આ મૃતક સિંહને જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ એનીમલ કેર સેન્ટરમાં પી.એમ. માટે મોકલી આપેલ છે. આ અંગે લોકો માંથી એવો પ્રતિભાવ મળી રહેલ છે કે, થોડા દિવસ પહેલા મૃતક પામેલ સિંહ અંગે તપાસ શરૂ થયેલ ત્યાં જ બીજો સિંહ મૃત્ય પામતા વનતંત્રની તપાસનુ શુ? કે પછી તપાસના નામે ડીડક છે? તેવા સવાલો સિંહપ્રેમીઓ દ્વારા કરાઇ રહ્યા છે. બધી જ કંપનીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ મુજબ કાર્યવાહી થવી જોઇએ. વનતંત્ર શા માટે પીપાવાવ પોર્ટ અને અલ્ટ્રાટેક સીમેન્ટને છાવરે છે તેવો સવાલ પણ સી.એન. વ્યાસ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. વ્યાસ દ્વારા એવુ પણ જણાવેલ છે કે, થોડા દિવસ પહેલા રેલ્વે સાથે અથડાઇને મૃત્યુ પામેલ સિંહ સંબંધે વનતંત્ર દ્વારા શુ તપાસ કરી તે જાહેર કરવામાં આવે.