નરેન્દ્રભાઈ મોદી નામ બદલી વેશ પલ્ટો કરી ફર્યા, ગુજરાત કટોકટીનાં આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યું
જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઇને દેશની રાજનિતીમાં કાર્યરત રાજકીય પાર્ટી છે . કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઇ હોય કે સ્વ . શ્રી ઇન્દિરા ગાંધી દ્વારા તા . 25 જુન , 1975 માં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે. તેમ આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતુ.
તેઓએ ઉમેર્યું હતુ કે દેશની રાજનીતિમાં 25 જુન , 1975 એ કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે . તત્કાલિન વડાપ્રધાન સ્વ . ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ પાસે રાતોરાત અધ્યાદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં કટોકટી જાહેર કરી હતી. આ કટોકટી અંતર્ગત આખાયે દેશને એક જેલખાનું બનાવી દેવામાં આવ્યો હતો . દેશનો કોઇ પ્રજાજન પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કરી શક્તો નહતો . અખબારો 52 સેન્સરશીપ લગાવવામાં આવી હતી. સંસદસભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્સરશીપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો . આ સમયગાળામાં એક તરફ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી અને બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે સ્વ . ઇન્દિરાજીની ચૂંટણીને રદ કરી દીધી હતી . આ કારણોથી દેશના લોકતંત્ર સામે ખતરો ઉભી કરનારી કટોકટી ને લાદવા ઇન્દિરાજીને પ્રેર્યા હતા.
કટોકટીની જાલીમ દાસ્તાન વર્ણવતા તેઓેએ ઉમેર્યું હતુ કે, દેશમાં કાર્યકર્તાઓએ કટોકટીના સમય દરમ્યાન ખૂબ જ સહન કર્યું હતું . આર્થિક સંકળામણનો ભોગે કાર્યકરના પરિવાર બન્યા હતા . કેટલાંક સ્થાનો પર સામાજીક પ્રશ્નો પણ ઉભા થયા હતા . આ બધાંયની વચ્ચે ભુગર્ભ પ્રવૃત્તિ દ્વારા દેશમાં કટોકટી સામે આંદોલન ચલાવવામાં આવ્યું હતું . દેશમાંથી કટોકટી દુર થઇ અને પ્રજાતંત્રની જીત થઇ હતી . ભારતીય જનસંઘે કટોકટી સામે લોકતંત્રની રક્ષાનો લાંબો સંઘર્ષ કર્યો હતો.
દેશમાં તા . 25 જુન , 1975 ના રોજ લાદવામાં આવેલી કટોકટીને પરિણામે અટલ બિહારી વાજપાયી , લાલકૃષ્ણ અડવાણીજી , સ્વ . વિજયરાજમાતા સિંધયા , સ્વ . શ્રીમતી ગાયત્રીદેવી , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક સ્વ . બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા . ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હોઇ દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામે સરકારે રાજીનામું આપી આંદોલનમાં ઝુકાવવું જોઇએ તેવી રજૂઆત સામે જનસંઘના તત્કાલિન મહામંત્રી સ્વ . વસંતભાઈ ગજેન્દ્ર ગડકરે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, કટોકટી વિરૂદ્ધ લડવા માટે આપણી ગુજરાતની ભૂમિ એ સલામતે સ્થળ છે ’ ’ જેને સૌએ સહમતિ આપી હતી.
ગુજરાતમાં જનતા મોરચાની સરકારને ઉથલાવવામાં આવી અને કોંગ્રેસની સરકાર રચાઈ કટોકટીનો કારમો પંજો ગુજરાતના કોંગ્રેસ વિરોધના કાર્યકરો પર ફરી વળ્યો . ગુજરાતમાં જનતા મોરચાના અને જનસંઘના મોટા માથાઓને જેલ ભેગા કરવામાં આવ્યા અને બીજી હરોળના કાર્યકરોને ભૂગર્ભમાં જવું પડયું . કટોકટીની ગુજરાતમાં અસર વ્યાપક બની અને સ્વ . કેશુભાઇ પટેલ , સ્વ . અરવિંદભાઇ મણિયાર , સ્વ . ચીમનભાઈ શુક્લ , સ્વ . સૂર્યકાંતભાઇ આચાર્ય સહિત 800 કરતા વધારે કાર્યકરો જેલમાં ગયા.
ગુજરાત પ્રદેશ જનસંધના સંગઠન મહામંત્રી સ્વ. નાથાભાઈ ઝગડા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂગર્ભમાં રહીને ગુજરાતમાં કટોકટી વિરૂદ્ધ જલદ આંદોલન ચલાવ્યું , કટોકટી સામે લોકતંત્રની રક્ષા માટે અને દેશમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે આ બંને મહાનુભાવોએ વૈશપલ્ટા કરીને પોલીસની નજરમાંથી બચતા રહીને બેઠકો , પત્રિકાઓ અને આયોજનનો હવાલો સંભાળી દેશમાંથી કટોકટીને હટાવવા માટે પરિશ્રમ કર્યો.
ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી તે સમયે સંઘના કાર્યકરો પર કોંગ્રેસ દ્વારા લદાયેલી કટોકટીને કારમો પંજો ફરી વળ્યો હતો . 100 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાક પ્રચારકોના ધરપકડના વોરન્ટ નીકળ્યા હતા . રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક તરીકે કાર્ય કરતા નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક કાર્યકરોએ પોતાના નામ બદલી નાંખ્યા હતા તો વેશપલ્ટા પણ કર્યા હતા . ગુજરાતએ કટોકટીના આંદોલનનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું . દેશના અનેક લોકશાહીના રક્ષકોને ગુજરાતે આશ્રય આપ્યો હતો . જ્યોર્જ ફ્લન્ડિ , ડો . સુબ્રમણ્યમ સ્વામી , રાષ્ટ્રીય લોક સંઘર્ષ સમિતિના ક્ધવીનર સ્વ. નાનાજી દેશમુખના પ્રવાસ તે સમયે ગુજરાતમાં ગોઠવવામાં આવ્યા હતા. ઈન્દીરા ગાંધીએ આખા દેશને જેલખાનુ બનાવી દીધો હતો, અખબારો પર પણ સેન્સરશીપ હતી: પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે વર્ણવી કટોકટીની જાલીમ દાસ્તાન