રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ દ્વારા બલિદાન દિવસ તેમજ કટોકટી દિન અંતર્ગત ફેસબૂક લાઇવ વકતવ્ય યોજાશે
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા.૨પ- જૂન કટોકટી દિવસ ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શહે૨ ભાજપ ધ્વારા ૧૯૭પ માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કાર્યકાળ દ૨મ્યાન કટોકટી કાળ દ૨મ્યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું ઘરે જઈને સન્માન કરાશે. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સ૨કા૨ના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ૨પ જૂન-૧૯૭પની મધરાતે દેશમાં કટોકટી જાહે૨ કરી અને દેશની તમામ સતા પોતાના હામાં લઈ લીધી હતી. તત્કાલીન રાષ્ટ્રપતી ફખખ્દીન અલી અહમદે ઈન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સ૨કા૨ની ભલામણો પ૨ ભા૨તીય બંધા૨ણની કલમ ૩પ૨ અંતર્ગત દેશભ૨માં કટોકટીની જાહેરાત કરી હતી.
ત્યારે આવતીકાલે તા.૨પ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના મીસા કાયદાના પીડિતોને સન્માનવાના ભાગરૂપે શહે૨ ભાજપ ધ્વારા મીસાવાસીઓનું ઘરે જઈ સન્માન ક૨વામાં આવશે.તેમજ ગુરૂવા૨ના સાંજે પ:૦૦ કલાકે રાજયસભાના સાંસદ અભયભાઈ ભા૨ધ્વાજ ધ્વારા બલિદાન દિવસ તેમજ કટોકટી દિન અંતર્ગત ફેસબુક લાઈવ વક્તવ્ય યોજાશે. જેમાં જોડાવવા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ બોરીચા સહીતનાએ અનુરોધ કરેલ છે.