કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં બ્રિજ સત્વરે બંધ કરી દેવા કોંગ્રેસની માંગણી
તાજેતરમાં નવા બનેલા અટલબિજ ક્ષતિગ્રસ્ત થયાના સમાચાર છે. અટલ બ્રિજમાં જ્યાં લોકો ચાલે છે તે કાચનો સ્લેબ તૂટી ગયો છે અને તેને બેરીકેટથી કવર કરી દેવામાં આવ્યો છે અને એક મોટી દુર્ઘટના થતા અટકી છે.
આ બ્રિજ જ્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો એ સમયગાળામાં જ મોરબી દુર્ઘટના બની હતી અને કોંગ્રેસ દ્વારા અટલ બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટની માગણી કરવામાં આવી હતી પરંતુ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એ અટલ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ રજુ નથી કર્યું અને અને આ પ્રકારની ગુનાહિત બેદરકારી બદલ જવાબદારોને તાત્કાલિક સજા થવી જોઈએ.
કોંગ્રેસ પક્ષ ફરી એકવાર સત્તાધીશો પાસે અટલ બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરે છે અને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવે અને જો ફિટનેસ સર્ટીફીકેટ ઉપલબ્ધ ન હોય તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે.