માહિતી ખોટી હોય તો રાજીનામૂં આપવાની તૈયારી
હાલમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મગફળીના પાકનું કોપ કટીંગ ચાલી રહ્યું છે. તેમાં નકકી થયેલ માર્ગદર્શીકાનું પાલન કરવામાં નથી આવીરહ્યું વીમા કંપની અને સરકારની મીલીભગત ના કારણે ઈરાદા પૂર્વક ક્ષતીઓ રાખી દેવામાં આવી છે. જેના કારણે ખેડુતો પાયમાલ અને વીમા કંપનીઓ માલામાલ થઈ રહી છે. તેમ મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું હતુ કે સરકાર અને વીમા કંપની સાંઠગાંઠ કરી ખેડુતોના હકક પર તરાપ મારી રહ્યા છે.સરકાર અને વીમા કંપની દ્વારા ક્રોપ કટીંગ માટેના ગામ અને સર્વે નંબરની પસંદગી ખોટી રીતે કરવામાં આવી છે. ધોરાજી તાલુકાના મગફળી ના ક્રોપ કટીંગ માટે ૧૦ ગામોનાં ૨૦ સર્વે નંબર પસંદ કરવામાં આવ્યા છે.
જેમાંથી ૧૭ સર્વે નંબરમાં પીયતની સગવડતા છે. અને મગફળી ઓરાવીને વાવવામાં આવે છે. ૩ સર્વે નંબરમાં મગફળી હાલમાં ઉભી નથી જો આજ આધારે કોપ કટીંગ કરવામાં આવે તો ધોરાજી તાલુકાના ખેડુતોને ૦% પાક વીમો મળે જે ૧૦ ગામો પસંદ કરવામાં આવ્યા છે.
તેમાંથી ૪ ગામના ૮ સર્વે નંબર તો ભાદર ડેમ અને ભાદર નદીના કાંઠાના સર્વે નંબરો છે. જેમાં ભૂખી,વેગડી, ભોળા અને ભોલગામડા છે. અને જેમાં પીયત થતું હોય તે સામાન્ય બુધ્ધીનો માણસ પણ સમજી શકે તેવી વાત છે.
ધોરાજી તાલુકાના મગફળી માટેના ગમો અને સર્વે નંબરો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શીકા પ્રમાણે ફરીથી પ્રેપ્રોસેસ કરી ક્રોપ કટીંગ કરવામાં આવે છે મેં જે માહિતી આપી છે તે માહિતી જો ખોટી હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા તૈયાર છું પણ આપ જીવદયા પ્રેમી છો ખેડુતોમાં પણ જીવ છે એને બચાવવા માટે દિલમાં દયા રાખી તાત્કાલીક યોગ્ય નિર્ણય લેશો.