જિલ્લામાં કેસ ટ્રાન્સફર માટે હાઇકોર્ટ અને આંતર રાજયમાં કેસ ટ્રાન્સફર માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવી પડે
વડોદરા સ્થીત પત્નીએ મહારાષ્ટ્રમાં નોંધાયેલા ત્રાસ અંગેના કેસની સુનાવણી ટ્રાન્સફર અરજી સુપ્રીમ કોર્ટે મંજુર કરી
ફેમિલી કોર્ટમાં માત્ર પતિ-પત્ની અને માતા-પિતાના ભરણ પોષણ અંગેના કેસની સુનાવણીની સત્તા હોવાથી ફેમિલી કોર્ટમાં ફોજદારી ફરિયાદની સુનાવણી થઇ ન શકે તે અંગેની સ્પષ્ટતા કરતો સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.
દેશની વડી અદાલતમાં દંપત્તી વચ્ચે થયેલા વિવાદ અંગે શારિરીક અને માનસિક ત્રાસ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ આંતર રાજય હોવાથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર માટે થયેલી પીટીશન અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પત્ની દ્વારા થયેલી અરજી મંજુર કરી છે. મહારાષ્ટ્રમાં દાખલ થયેલા ફોજદારી કેસની સુનાવણી વડોદરા ચલાવવા સામે આદેશ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની પરિણીતાએ વડોદરા ખાતે 125 હેઠળ ભરણ પોષણ અંગેનો કેસ કર્યો હતો અને મહારાષ્ટ્રમાં આઇપીસી 498 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શારિરીક અને માનસિક ત્રાસ અંગેના કેસને મહારાષ્ટ્રથી વડોદરા ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પરિણીતા દ્વારા થયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સ્થીત પતિ દ્વારા અરજદારે ટ્રાન્સફર પીટીશનમાં ખોટી વિનંતી કરી હોવાનો બચાવ કરી ટ્રાન્સફર પીટીશનમાં પસાર થયેલા હુકમને પ્રાથમિક મંજુરી આપી શકાય નહી તેમ રજુઆત કરી હતી. તેમજ આઇપીસી હેઠળ વિવિધ ગુના હેઠળ ફોજદારી ફરિયાદનો સામનો કરી શકાતો નથી તેમ રજુઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટીશ સુબ્રમણીયમે આ અંગે વિસ્તૃત ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, વડોદરા ડીસ્ટ્રીક જજને નિર્દેશ કરી ફોજદારી કાર્યવાહીને વડોદરા ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો છે. તેમજ અગાઉના આદેશમાં ફેરફાર કર્યો હતો. ફેમિલી કોર્ટને ફાઇલ મોકલી ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ દ્વારા ત્રાસ અંગેના કેસની સુનાવણી કરવા આદેશ કર્યો છે.
ફેમિલી કોર્ટમાં કંઇ પ્રકારના કેસ ચાલી શકે?
ફેમિલી કોર્ટ એકટની કલમ 7 મુજબ પત્ની દ્વારા પતિ સામે ભરણ પોષણ માટેનો દાવો રજુ કરી શકે અને તેની સુનાવણીના અંતે યોગ્ય હુકમ કરી શકે છે. આ રીતે પતિ-પત્ની વચ્ચેના છુટાછેડાના કેસ, અને વયોવૃધ્ધ માતા-પિતાના ભરણ પોષણના કેસની સુનાવણી થઇ શકે છે. પતિ દ્વારા થતા લગ્ન હક્ક પુરા કરવા અંગેના દાવાની પણ સુનાવણી ફેમિલી કોર્ટમાં થઇ શકે છે. લગ્નની માન્યતા કોઇ પણ વ્યક્તિના વિવાહીત દરરજાની ધોષણા માટેનો દાવો કરી શકે છે. વ્યક્તિ અથવા બાળકોના કબ્જા અંગેના દાવાની ફેમિલી કોર્ટમાં સુનાવણી થઇ શકે છે.