પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા ક્રિમીનલ પ્રેકટીસ કરતા વકીલો મોટી સંખ્યામાં હાજર રહી સુત્રોચ્ચાર કરી કામગીરીથી અલીપ્ત રહ્યા
શહેરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ બિલ્ડીંગ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતનો શહેર ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા સુત્રોચ્ચાર કરી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.
વધુમાં રાજકોટના વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવા ક્રિમીનલ બાર એસોશીએશન દ્વારા ૫૦૦ જેટલા વકીલોની સહીસાથે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ એન્ડ સેસન્સ અને રાજકોટ બાર એસોસીએશનને રજુઆત કરવામાં આવી હોવા છતાં વકીલોના પ્રશ્ર્ને ઘટતું ન થતાં ક્રિમીનલ બાર એસો. દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનો બહિષ્કાર કરી સુત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રીય લોક અદાલતનો બહિષ્કાર કરી સુત્રોચ્ચાર ના વિરોધમાં બાર કાઉન્સિલ પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય દિલીપભાઇ પટેલ, ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ તુષાર બદલાણી, સેકેટરી જે.એફ. રાણા, યોગેશ ઉદાણી, કમલેશ રાવલ, દિપક દત્તા, મુકેશ પંડયા તથા મહીલા એડવોકેટ સહીત મોટી સંખ્યામાં વકીલો જોડાઇને લોક અદાલતની કામગીરીથી અલીપ્ત રહ્યા હતા.