જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંક હુમલાને લઇ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાનું નાપાક નિવીદેનમાં કહ્યું કે, પુલવામાં ની ઘટનામાં પાકિસ્તાનનો હાથ નથી. કોઇપણ પુરાવા વગર પાક. ને શા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે અને આખરે આ ઘટનાથી પાક. ને શું ફાયદો જયારે પાક. સ્થિરતા તરફ જઇ રહ્યું છે. જયારે યુઘ્ધના કારણે હજારો પાક. સૈનિકો માર્યા ગયા છે. તો આવી ઘટનાથી પાક.ને શું ફાયદો ભારતે પુરાવા વગર પાક. ઉપર આરોપ મુકયો છે. જો પુરાવા મળશે તો હું પગલા લેવાની ખાતરી આપું છું.
તાે બીજી તરફ ઇમરાને યુઘ્ધની ગર્ભિત ધમકી આપતા જણાવ્યું કે જો ભારત યુઘ્ધ કરશે તો પાકિસ્તાન વિચાર નહી કરી પરંતુ સામો જવાબ આપશે. કેમ કે પાક. પાસે બીજો કોઇ વિકલ્પ નહી રહે તેણે એમ પણ કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે યુઘ્ધ શરુ કરવું માણસ ના હાથમાં છે પરંતુ પુરુ કરવું માણસના હાથમાં નથી. અને આ મુદ્દો ખરેખર વાતચીતથી દુર થશે.
મહત્વનું છે કે પુલવામા થયેલા આતંકી હુમલામાં જૈશેના કાશ્મીરના માસ્ટર માઇન્ડ ગણાતા આતંકીઓને ૧૦૦ કલાકમાં ઠાર કરી દેવાયા છે. અને આતંકવાદી હુમલાને આ ઘટનાએ સમગ્ર વિશ્ર્વમાં પ્રત્યાઘાત પડયા છે ત્યારે ના છુટકે ઇમરાને પોતાની સંડોવણી ન હોવાની ડંફાસ મારવી પડી છે.