- છીંડે ચડયા એ જ ચોર?
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, દિવ્ય આત્માઓને સમાજના દરેક વર્ગમાંથી શ્રદ્ધા સુમન પાઠવાઈ રહ્યા છે, આ ઘટનાના મૂળમાં વાંક કોનો છે? તેની ઝીણવટ પૂર્વકની તપાસ ના દાવા થઈ રહ્યા છે, અને કોઈપણ કસૂરવાર હશે તેને જરા પણ રાહત નહીં મળે અને આકરી સજા મળે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ રહી છે. અગ્નિકાંડમાં છીંદે ચડ્યા એ જ ચોર જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે અગ્નિ કાર્ડમાં અન્ય વિભાગોની ત્રુટીના દોષિતો સામે ગુના દાખલ નહીં થાય જેવી રીતે એસીબીના છટકામાં ઝડપાયેલ નેજ લાંચ લેનાર ગણવામાં આવે છે ત્યારે આગની આ ઘટનામાં તમામ દોષ્ ને ધ્યાને લઈને તમામ જવાબદારોને સારસામાં લેવા જોઈએ આપણી સિસ્ટમમાં ઘટના ઘટ્યા પછી તંત્ર જાગી અને ત્રુટીઓ શોધાય દોસારો પણ થાય અટકાયત થી પગલા લેવાય ગુના દાખલ થાય અને ફરીથી રૂટીન ઘટનાક્રમ શરૂ થાય જાણે કે બીજી દુર્ઘટના ની રાહ જોવાતી હોય તેમ બધું વિસરાઈ જાય રાજકોટની ગેમ ઝોન ની ઘટનામાં આવું ન થવું જોઈએ અગાઉ પણ મોરબી ઝુલતાપુલ દુર્ઘટના તક્ષશિલા દુર્ઘટના જેવી દુર્ઘટનાઓનો બોધ પાઠ લેવાનો આપણે ક્યાંક વિસરી જતા હોઈએ છીએ જેનાથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે સિંધે ચડ્યા એ ચોર ની જેમ આ કાનમાં અન્ય વિભાગોની ત્રુટિઓ પણ ધ્યાને લેવી જોઈએ અને દોશી તો ને દંડ દેવો જોઈ અત્યારે જે રીતે અગ્નિસમન વ્યવસ્થા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આડેધડ તપાસ થઈ રહી છે તેનું પરિણામ શું આવશે? આ તપાસ અને કાર્યવાહી સ્મશાન વૈરગ્ય ન બને અને બીજી દુર્ઘટના ન થાય તેવી સજાગતા કેળવવી જોશે
ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા છે કે કેમ ?તેની તપાસ થઈ રહી છે આ તપાસ દરમિયાન ક્યાંય સંપૂર્ણપણે વ્યવસ્થા દેખાતી જ નથી… એટલે ફાયર સેફ્ટી મુદ્દે ની સ્થિતિ મોટાભાગે “રામ ભરોસે” જેવી દેખાઈ રહી છે.. ક્યાંક થોડી ઘણી ભૂલ કે શરત ચૂક રહી ગઈ હોય તો તેને નસીહત અને તાકીદ થી દૂર કરી શકાય પરંતુ ફાયર સેફ્ટી મુદ્દે સૌરાષ્ટ્ર ગુજરાતનું જાહેર જીવન અને જાહેર સેવા ક્ષેત્ર સાવ “ન ધણિયાતું” હોય તેવું દેખાઈ રહ્યું છે, આમાં કોણ કોને શિખામણ આપે ?તેવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર વ્યાપી થઈ રહેલી ફાયર સેફ્ટીની ચકાસણીમાં કોર્પોરેશનની કચેરી હોય કે જિલ્લા તંત્ર ની ઓફિસ ક્યાંય ફાયર સેફટની વ્યવસ્થા શો ટચ ના સોના જેવી નથી… અને જ્યાં જ્યાં સમખાવા માટે જાણે કે. ફાયર સેફટી ની સુવિધા રાખવામાં આવી હોય ત્યાં સમયસર સિસ્ટમ નું લાયસન્સ રીન્યુ થયું ન હોય ..કે અગ્નિસમનના બાટલા રિફિલ કરાવ્યા ન હોય, તેવી બાબતો બહાર આવે છે .
અગ્નિસમનની વ્યવસ્થામાં “રામ ભરોસે” જેવી સ્થિતિમાં માત્ર મંજૂરી આપનાર તંત્ર કે કાયદાનું પાલન કરાવનાર અધિકારીઓ જ જવાબદાર નથી!! ફાયર સેફ્ટી અંગે સેવાતું “દુર્લક્ષ્ય” મા પ્રજાની બેદરકારી પણ ઊડીને આંખે વળગે તેમ સામે આવી છે.અગ્નિકાંડમાં અન્ય વિભાગોની ત્રુટીઓના દોષિતો સામે ગુનો દાખલ નહીં થાય..?? તેવો સવાલ ઉઠી રહ્યોયો છે