ફી નથી ભરવાનું જાણવી શિક્ષક સાથે મારામારી કરી તેમની કાનનો પડદો ફાડી નાખ્યો : દંપતી સામે નોંધાતો ગુનો

શહેરમાં કરણપરામાં રહેતા અને ગોવિંદપરા શેરી નં. 1માં શ્રી ગ્રુપ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકને તેને ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ના માતા પિતાએ ફી બાબતે શિક્ષક સાથે ઝઘડો કરી તેમને ફડાકા ઝીંકી શિક્ષકનો કાનનો પડદો ફાડી નાખતા દંપતિ વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

વિગતો મુજબ શિક્ષક અજય કિશોરભાઈ શાહ (ઉ.વ.48) આરોપી કમલેશ રાણપરા, તેની પત્ની માધુરીબેને (રહે. બંને ગુંદાવાડી શેરી નં. 22)ના નામ આપ્યા હતા.જેમાં તેમને જણાવ્યું હતું કે, આરોપી દંપતીની પુત્રી ધો. 11નાટ્યુશન માટે તેની પાસે આવતી હતી. જેની ફી રૂા. 14,500 લેવાની હતી. આ ફી ભરવાનું કહ્યું હતું. ગઇ તા. 24ના રોજ સવારે માધુરીબેને તેને કોલ કરી કહ્યું કે મારી પુત્રી તમને દિવાળી પર ટ્યુશન ફી આપી દેશે. જેથી તેણે ફી બાકી રાખવાની પધ્ધતિ નથી તેમ કહેતા કમલેશે કોલ પર આવી કહ્યું કે તમારી ફી મારી પાસે તૈયાર જ છે, પરંતુ મારે અત્યારે ફી આપવી નથી, દિવાળી પર જ આપીશ, તમારે મારી પુત્રીને ભણાવવી જ પડશે. પરિણામે તેણે ના પાડતા કમલેશે કહ્યું કે હું અને મારો મિત્ર તમારા ટ્યુશન ક્લાસીસ પર માથાકૂટ કરવા આવશું. સામે તેણે કહ્યું કે ક્લાસીસમાં છોકરાઓ ભણે છે, જેથી અહીં આવતા નહીં. આ વાત સાંભળી કમલેશે કહ્યું અમે ત્યાં આવશું જ, માથાકૂટ કરશુ. આ વાત સાંભળી તેણે પોતે પોલીસ બોલાવી લેશે તેમ કહેતા કમલેશે કહ્યું કે તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજો, સીસીટીવી પણ ચાલુ કરી દેજો, અમે તો આવશું જ. ત્યારબાદ કમલેશ અને તેની પત્ની માધુરી તેને ત્યાં આવ્યા હતા. આવીને ફી બાબતે ચર્ચા કર્યા બાદ અચાનક કમલેશે ઉશ્કેરાઇ જઇ કહ્યું કે તમારા વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરી તમારા ટ્યુશન ક્લાસ બંધ કરાવી દેશું. આ પછી તેને બેફામ ગાળો ભાંડી ડાબા કાન પર ત્રણ તમાચા ઝીંકી, ઝપાઝપી કરી છાતીના ભાગે ઢીકા માર્યા હતા. જ્યારે શિક્ષકને કાનમાં દુ:ખાવો થતાં સિવિલમાં સારવાર લીધી હતી. જ્યાં ઇએનટી સ્પેશ્યાલીસ્ટને બતાવતા તેણે કાનના પડદાનું 51 ટકા ડેમેજ થયું હોવાનું જણાવતા તેમને દંપતી વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.