અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વઘારે છે અને હોટસ્પોટ વિસ્તાર આ શહેરોમાં વધુ આવેલા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ કડક બનાવવામાં આવશે. દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવુ જરૂરી છે અને દુકાનદારોએ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની છે.
તેવામાં જ્યાં ભીડ થતી દેખાશે અને સાવચેતી નહીં રખાય તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બોરવેલ કે પાણી અને સિંચાઈ માટે વપરતા સાધનો લઇને જતા વાહનો અને રિપેરિંગ કાર્ય કરતા લોકોને અટકાવાતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વાહનોને અટકાવવા નહીં અને છૂટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.