ફટાકડા ફોડી અને કેક કાપ્યાનો વીડીયો વાયરલ થતા અંતે કાર્યવાહી કરાઈ
અબતક
દર્શન જોશી, જૂનાગઢ
જુનાગઢની જેલમા ફટાકડા ફોડીને કેક કાપવાના બહુચર્ચિત વાયરલ થયેલ વિડિયો બાદ જેલ તંત્ર દ્વારા જુનાગઢ જેલના સુપ્રિટેન્ડન્ટ સહિત 6 જેટલા જેલના અધિકારીઓ અને કર્મીઓની બદલી કરી નાખવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં 7 કેદીઓ સામે જૂનાગઢ પોલીસમાં ગુનો નોંધાવામાં આવ્યો છે.હત્યા કેસમાં જુનાગઢ જેલની અંદર રહેલા કાચા કામના કેદી યુવરાજ માંજરીયા એ પોતાના જન્મ દિવસે ફટાકડા ફોડીને, કેક કાપી, ઉજવણી કર્યો હોવાના સોશિયલ મીડિયામાં 2 વિડીયો વાયરલ થયા હતા અને તે બાદ આ બંને વિડીયો બહુચર્ચિત બન્યા હતા, ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું. બાદમાં ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ છૂટયા હતા અને જૂનાગઢ જિલ્લા સુપ્રિટેન્ડેન્ટ સહિત ત્રણ અધિકારી અને ત્રણ જેલ કર્મીઓની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી હતી અને ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
દરમિયાન તપાસમાં વીડિયોમાં દેખાતા સૂત્રધાર કેદી યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા, કિશોર જીલુંભાઈ ખાચર, વિજય કનકરાય ટાંક, રૂખડ ભોજાભાઈ ખાંભલા, યુસુફશા અલારખા ભાઈ બાનવા, અનુપમ હલ્ડર ઓફ અમલ હલ્ડર અને લખન મેરુભાઈ ચાવડાની સંડોવણી ખુલતાં જૂનાગઢ જેલના જેલર ગ્રુપ 2 ના હરીશ પટેલે સી ડિવિઝન પોલીસમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, જેલના નિયમો જાણવા છતાં યુવરાજે જેલમાં રહેતા અન્ય કેદીઓમાં પોતાની ધાક અને ડર ઉભો કરવાના ઈરાદેથી જેલમાં છડેચોક બર્થ ડે કેક કાંપી રહ્યા હોવાનું તથા તેમાં અન્ય કેદીઓએ સહકાર આપીને સલામતી અને શિસ્તનું ઉલંઘન કરતું કૃત્ય કર્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા વાયરલ વિડીયો અંગે તપાસ કરવા અને તેમાં મદદગારી કરવા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જુનાગઢ જુનાગઢ જેલ ના જલન ગ્રુપ બેના હરીશ પટેલે જુનાગઢ સીટી વિઝન પોલીસમાં સાત સામે ગુનો નોંધાવતા જૂનાગઢ પોલીસે આ પ્રકરણમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે