સિજેરીયેન ઓપરેશનમાં બેદરકારી દાખવ્યાનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં અભિપ્રાય આવ્યો

તળાજાની ચિરંજીવી ગાયનેક હોસ્પિટલના તબીબ દ્વારા સિજેરીએન ઓપરેશનમાં બેદરકારીના કારણે માતા-પુત્રના મોત નીપજયા અંગેનો પોલીસમાં ગુનો નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના દાઠાના પ્રતાપપરા વિસ્તારમાં રહેતી નિતાબેન ઇન્દુભાઇ ગુજરીયા નામની 37 વર્ષની મહિલાના સિજેરીએન દરમિયાન તેણી અને તેણીના બાળકના બેદરકારીથી મોત નીપજ્યા અંગેની તળાજાની ચિરંજીવી હોસ્પિટલના તબીબ મિલનભાઇ અગ્રાવત સામે ઇન્દુભાઇ ગુજરીયાએ ફરિયાદ નોંધાવી છે.

જસદણના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ઇન્દુભાઇ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. તેમના પત્ની નિતાબેનને ડીલીવરી માટે તળાજાની ચિરંજીવી હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેણીને સિજેરીએન કરવાનું કહી ઓપરેશન કરવા માટે લઇ ગયા હતા જ્યાં તેણીને બાળકને જન્મ આપ્યા બાદ બંનેની તબીયત લથડતા ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ત્યાંના ફરજ પરના તબીબે માતા-પુત્રના મોત નીપજ્યાનું જાહેર કરતા ડો. મિલન અગ્રાવત દ્વારા બેદરકારી દાખવ્યાના આક્ષેપ કરતા નિતાબેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા તબીબની બેદરકારી હોવાનો અભિપ્રાય આવતા પોલીસે ડો.મિલન અગ્રાવત સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.