કોરોના અને વાવાઝોડાની કટોકટીની સ્થિતીને પહોચી વળવા માટે આરોગ્યના કર્મચારીઓને રજા પર જવા સામે મનાઇ ફરમાવતો સરકારનો હુકમ હોવા છતાં નર્સિંસ સ્ટાફે તેમના વિવિધ પડતર પ્રશ્ર્ને હડતાલ પાળી જરૂરીયાતના સમયે કામથી અળગા રહેતા સરકાર દ્વારા હડતાલ પાડનાર 60 નર્સિસ સ્ટાફ સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
કુદરતી આફતના સમયે ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓની રજા રદ કરવામાં આવે છે ત્યારે રાજયના નર્સિસ સ્ટાફ દ્વારા આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં મોટા ભાગના શહેરોમાં નર્સિસ સ્ટાફે વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ હડતાલ સમેટી લીધી હતી ત્યારે બોટાદ પંથકના આરોગ્ય સેવા સાથે જોડાયેલા નર્સિસ સ્ટાફ દ્વારા હડતાલ પાડવામાં આવતા બોટાદના હેલ્થ અધિકારી ડો.શશીશેખર લાલાપ્રસાદએ બોટાદ અને ગઢડા પંથકના 60 જેટલા નર્સિસ સ્ટાફ સામે આવશ્યક સેવાથી અળગા રહી હડતાલ પાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
બોટાદના વિજયભાઇ કણઝારીયા, મયુરભાઇ માલકીયા, યોગિતાબેન જોષી, માવધભાઇ માધવાચાર્ય, પરમાબેન ટમટા, ભારતીબેન ગોરદા, ચેતન ગોંડલીયા, દક્ષાબેન મેર, શ્રધ્ધાબેન સોલંકી, ભારતીબેન પરમાર, રાધિકાબેન ગોંડલીયા, પિનાબેન પરમાર, નિશાબેન બથવાર, અપેક્ષાબેન પરમાર, મિતલબેન ચૌહાણ, કાજલબેન ચૌહાણ, મિતલબેન બોટાદરા, શ્રધ્ધાબેન ગોંડલીયા, હર્ષાબેન ગોહિલ, નયનાબેન સોલંકી, અનિલ ઝાપડીયા, મેરીબેન પરમાર, દિપક પરમાર, કાજલબેન અલગોતર, મુકતાબેન ગરનીયા, હીનાબેન સાદીયા, હેતલબેન ગુડીયા, અંકિતાબેન મોણપરા, સાગર રાજપરા, રસીક વાઘેલા, વહીદાબેન કુરેશી અને ભોળા બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ગઢડાના મેહુલ દવે, કલ્પેશ સાકરીયા, પંકજ ગાબુ, રાહુલ રાઠોડ, મિલન કાપડી, સંજય ખટાણા, જગદીશ પાટડીયા, સેજલબેન ડોડીયા, મનિષાબેન ગોહિલ, વર્ષાબેન રાઠોડ, વંદનાબેન ચૌહાણ, વિજયાબેન જાદવ, મયુરીબેન ગૌસ્વામી, મિતલબેન મકાણી, કોમલબેન મકવાણા, વનિતાબેન ડોડીયા, નેચીબેન ગોલતર, પાયલ ચૌહાણ, કાજલ સાકરીયા, મનિષાબેન ગોહિલ, રાહુલ સોલંકી, નયનબેન ચારણીયા, ઇલાબેન ગોરસીયા, શિતલબેન જાદવ, નિલમબેન કટારા, પિનામબેન મેટાલીયા, સંજયભાઇ જતાપરા, હાર્દિક જેઠવા અને નરેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.