લોકોને ઘરોમાં જ રહેવાનું હોવાથી ચોરી, રસ્તા સુમસામ હોવાથી અકસ્માત, પોલીસનું સઘન ચેકીંગ હોવાથી
મારામારીના બનાવો બનતા જ નથી: કફર્યુની સ્થિતિમાં જાહેરનામા ભંગના કેસો જ પોલીસ ચોપડે નોંધાયા
મહામારી કોરોના એ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં દીન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો નોંધાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ર૧ દિવસ માટે સંપૂર્ણ લોક ડાઉન કરી દેવામાં આવતા હાલ શહેરમાં ક્રાઇમ રેટ ધટયો છે. પોલીસ ચોપડે માત્ર જાહેરનામા ભંગના જ કેસો નોંધાતા જોવા મળી રહ્યા છે. કારણે લોકોના મૃત્યુ નિપજયાં હોવાના બનાવો શહેરમાં કે શહેરની બહાર હાઇવે પર પણ નહિ બનતા પોલીસ ચોપડે આવા બનાવો નોંધાયા નથી. કોરોના વાયરસના પગલે ગુજરાતભરમા કોરોનાના કેસોમાં વધારો નોંધાતાની સાથે સાથે પોલીસે પણ સઘન ચેકીંગ અને લોકોને ઘરની બહાર નહિ નીકળવા અંગે જનજાગૃતિ ફેલાવતા હાલ કોઇ મારામારીના બનાવો બનતા અટકાયા છે. શહેરભરમાં કફર્યુની સ્થિતિ હોવા છતાં કેટલાંક છેલ બટાવ શખ્સો લોક ડાઉન હોવા છતાં બાઇક પર શહેરના જાહેર માર્ગો પર લટાર મારવા નીકળતા પોલીસે તેઓને અટકાવી તેની સામે જાહેરનામા ભંગ ના કેસો નોંધવામાં આવ્યા છે. ર૧ દિવસના લોક ડાઉનના પગલે લોકો માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ ઓ માટે ઘરની બહાર નીકળતા હોય તેમ છતાં કેટલાક પાન બીડીના વેપારીઓ આવા સંજોગોમાં ગ્રાહકો પાસેથી ઉંચી કિંમત વસુલ કરવાની લ્હાયમાં પોતાની પાન બીડીની દુકાનો છાના ખુણે ખુલ્લી રાખતા અને પોલીસની ઝપટે ચડી જતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગ બદલ ના કેસો કરી દુકાનો બંધ કરાવી હતી જેથી હાલ રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ ઘટયો હતો અને પોલીસ ચોપડે માત્રને માત્ર જાહેરનામા ભંગ ના કેસો પોલીસ ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.