સરકાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવર્નેશ લાવવા અવાર નવાર કાર્યક્રમ યોજાતા હોય છે પંરતુ પોલીસ સુધી સામાજીક પ્રશ્ર્ન ન આવે ત્યારે હત્યા, આત્મહત્યા અને મારમારીના બનાવ વધે
અનૈતિક સંબંધ, પ્રેમ પ્રકરણ અને વ્યાજ જેવા સામાજીક પ્રશ્ર્નના કારણે હત્યા, આત્મહત્યા અને મારામારી જેવી ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. આવા જ કારણોસર જામકંડોરણા ખાતે થયેલી હત્યાનો રાજકોટ રુરલ પોલીસે ભેદ ઉકેલ્યો છે. ગીર ગઢડાના હરમડીયા ગામના શિવાભાઇ જોધાભાઇ નામના યુવાનની જામકંડોરણાના દુધીવદર પાસે થયેલી હત્યા રહસ્યના તાણાવાણા સર્જી હતી. જામકંડોરણા અને રુરલ એલસીબીએ આગવી કુન્હેથી ભેદ ઉકેલ્યો ત્યારે હત્યા પાછળ અનૈતિક સંબંધો અને પ્રેમ પ્રકરણ જેવી સામાજીક સમસ્યા બહાર આવી છે. ત્યારે પ્રત્રકાર પરિષદમાં ગોંડલ ડીવાય.એસ.પી. કે.જી.ઝાલાએ સામાજીક સમસ્યાના કારણે જ ક્રાઇમ રેટ વધી રહ્યો છે. સરકાર દ્વારા સામાજીક અવર્નેશ માટે સુરક્ષા સેતુના માધ્યમથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. પરંતુ આવા પ્રશ્ર્ન પોલીસ સુધી પહોચે તો હત્યા, આત્મહત્યા અને મારામારી જેવી ઘટના અટકી શકે તેમ હોવાનું જણાવ્યું છે.
હત્યા પાછળ જળ, જમીન અને જોરુ સામાન્ય રીતે કારણભૂત હોય છે. પરંતુ ટેકનોલોજીના યુગમાં હત્યા, આત્મહત્યા અને મારામારી જેવી ઘટના પાછળ કેટલીક સામાજીક સમસ્યા પણ કારણભૂત બને છે. આડા સંબંધ, પ્રેમ પ્રકરણ, વ્યાજનુ દુષણ અને ઇગોના કારણે ગંભીર ગુના બની રહ્યા છે. જેમાં સામાજીક સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા સુરક્ષા સેતુના માધ્યથી મહિલાઓને લગતા પ્રશ્ર્ને, ડ્રગ્સ અંગે જાગૃતતા અને વ્યાજ જેવી બાબતના પ્રશ્ર્નો પોલીસ સુધી પહોચે ત્યારે પોલીસ દ્વારા કાયદાકીય રીતે અરજદારને મદદરુપ થઇ ગંભીર ગુના બનતા અટકાવવામાં આવે છે. સામાજીક જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમના માધ્યમથી પોલીસ કંઇ રીતે અને શુ મદદરુપ થઇ શકે તે અંગે જાણકારી આપવામાં આવે છે.
કેટલાક બનાવમાં ખૂનશ હોય ત્યારે પોલીસની મદદ લેવામાં બદલે બદલો લેવાની ભાવના હોય ત્યારે ઘટના હત્યા સુધી પહોચે છે. ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામના શિવાભાઇ જોધાભાઇ ઘુંઘવાળા નામના યુવાન અને મુળ મધ્ય પ3દેશના અલીરાજપુરના કટબુ ગામની વતની અને દુધીવદર ખાતે પતિ સાથે ખેત મજુરીએ આવેલી રેશ્મા હતરીયા ડાવર સાથે પ્રેમ સંબંધના કારણે થયાનું બહાર આવ્યું છે.
રેશ્માના પતિ હતરીયા સુરસિંગ અને તેના ભાઇએ મુકેશ સુરસિંહ ડાવરે શિવા જોધાની હત્યાનો પ્લાન બનાવી રેશ્મા પાસે મોબાઇલમાં વાત કરાવી જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે મળવા માટે ગત તા.26 માર્ચે દુધીવદર ગામે મળવા બોલાવ્યો હતો. પ્લાન મુજબ હતરીયા ડાવર અને તેના ભાઇ મુકેશ ડાવરે દુધીવદર ગામેથી પસાર થતી ભાદર નદીમાં લઇ જઇ હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
શિવા જોધાની હત્યાના ગુનામાં સંડોવાયેલા હતરીયા સુરસિંહ, મુકેશ સુરસિંહ અને રેશ્મા હતરીયાને ટેકનોલોજીની મદદથી એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, જે.યુ.ગોહિલ, જામકંડોરણા પીએસઆઇ વી.એમ.ડોડીયા, એએસઆઇ મહેશભાઇ જાની, નિલેશભાઇ ડાંગર, શક્તિસિંહ જાડેજા, દિવ્યેશભાઇ ભુવા, ભાવેશભાઇ મકવાણા, અમુભાઇ વિરડા અને મહિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ટેકનોલોજીની મદદથી ભેદ ઉકેલી ઝડપી લીધા છે. સામાજીક પ્રશ્ર્ન પોલીસ સુધી લાવવામાં આવે તો હત્યા, આત્મહત્યા અને મારામારીની ઘટના બની અટકે અને ક્રાઇમ રેટ પણ ઘટી શકે તેમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.