રાજકોટ શહેર પોલીસ કમિશ્રર શ્રી ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્રર શ્રી ડી.એસ.ભટ્ટ સાહેબ તથા ડી.સી.પી. શ્રી ઝોન-૨ તથા ઝોન-૧ સાહેબ તથા એ.સી.પી. શ્રી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા સાહેબની અસામાજીક પ્રવૃતિ નાબૂદ કરવાની સૂચના તથા અમારા માર્ગદર્શન મુજબ ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. શ્રી ડી.પી.ઉનડકટ તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ વનાણી તથા અમૃતભાઇ મકવાણા તથા પ્રદિપસિંહ જાડેજા તથા પો.કો. હરેશગીરી ગોસ્વામી તથા ક્રિપાસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ઝાલા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મિતાલીબેન ઠાકર વિગેરે ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે હતા દરમ્યાન એ.એસ.આઇ. વિજયસિંહ એમ.ઝાલા તથા પો.હે.કો. પ્રદિપસિંહ જાડેજા તથા પો.કો.હરેશગીરી ગોસ્વામીને સંયુક્ત રીતે મળેલ હકિકત આધારે રાજકોટ કાલાવાડ રોડ કે.કે.વી.હોલ નજીક સાગર એપાર્ટમેન્ટ પ્રથમ માળે ફ્લેટ નં. બી/૧૦૨માં રવિન્દ્ર ઉર્ફે આશીષ જીતેન્દ્રભાઇ રાવલ રહે. રાજકોટ વાળો બહારના રાજ્યનમાંથી છોકરીઓ બોલાવીને વૈશ્યાવૃતિ કરાવે છે.
જેથી ઉ૫રી અધિકારી શ્રીને જાણ કરી ડમી ગ્રાહક મોકલી રેઇડ કરાવતા ચાર યુવતીઓ પશ્ર્ચિમ બંગાળની તથા વૈશ્યાવૃતિનો ધંધો કરાવતા ઇસમ (૧) રિવન્દ્ર ઉર્ફે આશીષ જીતેન્દ્રભાઇ રાવલ ઉ.વ.૨૯ રહે. રાજકોટ શીતલપાર્ક ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ જાગૃતિ દીપ એપાર્ટમેન્ટ વાળો તથા નં. (૨) બ્રિજેશ રમેશભાઇ ગોટેચા રહે. કાલાવાડ રોડ કોસ્મોપ્લેક્ષ સીનેમા પાસે ગ્રીન હીલ સ્કવેર રાજકોટ વાળો મળી આવતા તેઓની ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્સન એક્ટ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.