શ્રમિક અને રાજેસ્થાનના ટેન્કર ચાલકની ધરપકડ : અંધારાનો લાભ લઈ ચારેક જેટલા બુટલેગરો ચાર કાર, ટેન્કર ,બાઈક રેઢી મૂકી ફરાર ; રૂ. ૩૧,૧૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ : ટેન્કરના ખુફિયા ચોરખાનમાંથી ઈંગ્લીશ દારૂ મળ્યો !
સરધાર થી હરિપર ગામ જવાના રસ્તે ખરાબાના પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ટેન્કર ચાલક સહિત શ્રમિકની ધરપકડ કરી વિદેશી દારૂની ૩૪૦૦ બોટલ કિંમત રૂ. ૧૩,૬૦૦૦૦ તથા ટેન્કર અને ચાર કાર મળી રૂ. ૩૧,૧૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો મગાવનાર ચારેક જેટલા બુટલેગરો અંધારામાં નાશી છૂટ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સરધાર થી હરિપર ગામ જવાના રસ્તે વિહાભાઈની વાડી પાસેના ખરાબાના પ્લોટમાં ઈંગ્લીશ દારૂની કટીંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એસ.વી સાખરા , હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ, મહેશ મંઢ, મોહસીન ખાન દીપકભાઈ સહિતના પોલીસ સ્ટાફે દરોડો પાડી ખરાબાના પ્લોટમાંથી રાજેસ્થાનના ટ્રક ચાલક માગીલાલ પ્રહલાદજી બીસનોય, દારૂનો જથ્થો ઉતારવા આવેલા સરધારના શ્રમિક ભગા મોહન સોલંકીની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનું કટીંગ કરવા આવેલા ચારેક કારમાં આવેલા ચારેક બુટલેગરો કાર રેઢી મૂકી નાશી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમેકેમિકલ કે ઓઇલ મંગાવવાના રાજેસ્થાનના ટેન્કરમાં ચોર ખાનાની અંદર છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૩૪૦૦ બોટલ કિંમત રૂ. ૧૩,૬૦,૦૦૦ અને ચાર કાર , મોબાઈલ, ટેન્કર મળી ૩૧,૧૦ ,૭૦૦ નો મુદ્દામાલ, કબજે કર્યો હતો . હાલ પોલીસે દારૂનો જથ્થો કોણે મંગાવ્યો, કોણે કોણે કટીંગ કર્યું, કબ્જે થયેલી કાર કોની કોની હતી ? કેટલા બુટલેગરો હતા ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે